August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

કુબેર એન્‍ટરપ્રાઈઝનામની પેઢી દ્વારા કાર્યરત બાંધકામ કામગીરીમાં વિવાદ 12 મીટર વાઈડકીસ રોડ ઉપર દિવાલ દૂર કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદમાં એક રો-હાઉસના બાંધકામ સામે નિયમોની અનદેખી કરાયાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. નગરનિયોજકની બાંધકામ પરમીશન મંજૂર કરાયેલ પ્‍લાન વિરુધ્‍ધ ગેરકાયદે બાંધકામ થતું હોવાની રાવ કલેક્‍ટરમાં કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોજે ચણોદ ગામે આવેલ સર્વે નં.441ના માલિક કુબેર એન્‍ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા આ જમીન એન.એ. માટે રજૂ કરાઈ હતી. તેથી વલસાડ કચેરી દ્વારા ચણોદ સર્વે નં.441 વાળી જમીન હુકમ નં.904/25/06/070/2019 તા.06/12/2019 થી સદર જમીન એન.એ. કરાઈ હતી. આ બાબતે નગર નિયોજક અને મુલ્‍યાંકન વિભાગ વલસાડ દ્વારા બાંધકામ હૂકમ નં.બીપી/ચણોદ/વાપી/2085 થી 2088 તા.30/10/2021 ના રોજ કરાયેલ છે. પરંતુ સ્‍થળ ઉપર ડેવલોપર દ્વારા મંજૂર પ્‍લાન નકશા વિરુધ્‍ધ-વિપરિત બાંધકામ કરી રહ્યાનું જણાઈ રહ્યું છે. નકશામાં દર્શાવ્‍યા પ્રમાણે 12 મીટર વાઈડ ક્રોસ ઓવર રોડ ઉપર દિવાલ ઉભી કરાયેલ છે તેથી આજુબાજુના રહિશો-ખેડૂતોનો રસ્‍તો બંધ થઈ ગયો છે તે શરતભંગ થતો હોવાથી ઓર્ડર રદ કરવાની લેખિત માંગણી કલેક્‍ટરશ્રીમાં તા.15/02/23ના રોજ જિ.પં. સભ્‍ય છીરીરેશ્‍માબેન મીથુનભાઈ હળપતિએ કરી છે અને લેખિત અરજીની સાથે તેમણે જરૂરી બિડાણ પણ રજૂ કરેલ છે તેથી સ્‍થાનિકોની માંગણી અને સમસ્‍યા ધ્‍યાને લઈ ઘટતું કરવાની વિનંતી જિ.પં. સભ્‍યશ્રીએ કરી છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment