Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

વાપી તાલુકાની 11 પંચાયતનું પરિણામ જાહેર : મોડી રાત સુધી ગણતરી ચાલશે : વિજેતા ઉમેદવારોની વિશાળ રેલીઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું મતદાન તા.19ને રવિવારે યોજાયું હતી. જેની મતગણતરી આજે મંગળવારે જિલ્લાના છ તાલુકામથકે હાથ ધરવામાં આવી હતી. સાંજના 6 વાગ્‍યા સુધીમાં 50 ટકા પંચાયતોની મતગણતરી પુરી થઈ ગઈ હતી. સંપૂર્ણ પરિણામ રાત્રે એક-દોઢ વાગે જાહેર થશે ત્‍યાં સુધી મત ગણતરી ચાલુ રહેશે.
વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયતો ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકા મથકે સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. અલબત્ત બેલેટ પેપરથી મતદાન થયુ હોવાથી મતગણતરી ધીમી ગતિએ ચાલી રહી હતી પરંતુ ઉમેદવારોના ટેકેડારો સવારથી જ મતગણતરી કેન્‍દ્રો ઉપર ઉમટી પડયા હતા. લોકોને કન્‍ટ્રોલ કરવા અને કાયદો વ્‍યવસ્‍થા જળવાય એ માટે તમામ મતગણતરી સેન્‍ટરો ઉપર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ખડકાવી દેવાયો હતો. વાપી તાલુકાની 22 પંચાયતોની ચૂંટણી પરિણામ સાંજે છ વાગ્‍યા સુધી 11 પંચાયતોના જાહેર થયા હતા. તેમા સરપંચ તરીકે સર્વપ્રથમ કોચરવા પંચાયતમાં સરપંચ તરીકે રાજેશ આર. પટેલ 372 મતે, મોરાઈમાં સરપંચ તરીકે પ્રતિક આર. પટેલ 259 મતે, તે પ્રમાણે અન્‍ય સરપંચોમાં ચીભડકચ્‍છમાં કલ્‍પેશ પટેલ 20 મતે, કવાલમાં મનોજ પટેલ 114 મતે, કરમખલમાં દક્ષાબેન પટેલ 147 મતે, દેગામમાં જયાબેન એન. પટેલ 230 મતે, છરવાડામાં યોગેશ પટેલ 1632 મતે, રાતામાં નિલય વી. પટેલ 165 મતે, કરાયામાં શિતલ પટેલબિનહરીફ, અટકપારડીમાં સુમિત્રાબેન સી. પટેલ 436 અને વટારમાં હિતેશ જી. હળપતિ 128 મતોથી વિવિધ સરપંચ વિજેતા બન્‍યા હતા. આ વખતની મતગણતરીમાં કોઈ કોઈ અજીબોગરીબ ઘટનાઓ પણ ઘટેલી જોવા મળી હતી. જેમાં બોરલાઈ ગામે સરપંચના ઉમેદવાર પદમાબેન હિતેશભાઈ પટેલ માત્ર એક મતથી જીત્‍યા હતા તો મોરાઈ ગામનો વોર્ડ સભ્‍ય રાકેશભાઈ માત્ર 1 મતથી હાર્યો હતો તો છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.5ના ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત ખુદનો મળ્‍યો હતો. પરિવારમાં 12 સભ્‍યો છે. વર્તમાન ચૂંટણીઓ આવી કેટલીક વિવિધતા સર્જી છે. એક મતથી હાર-જીત થનાર ઉમેદવારોને એક મતની શું કિંમત છે તે સારી રીતે સમજાઈ ચૂક્‍યું હતું. જેમ જેમ ચૂંટણી પરિણામો આવતા ગયા તેમ તેમ ટેકેદારો દ્વારા વિજેતા સરપંચના ઉમેદવારોનું ભવ્‍ય સ્‍વાગત ફુલ હાર વડે કરવામાં આવી રહ્યા હતા તો કેટલાક ગામોમાં વિજય સરઘસ પણ કાઢવામાં આવી રહ્યા હતા. સંપૂર્ણ પરિણામ તો મધરાત્રી બાદ જ જાહેર થશે.

Related posts

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment