Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે થાલા ને.હા. સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશ

રૂા.22.61 લાખનું બેનઝીન કેમિકલ ભરેલ ટેન્‍કર સહિત રૂા.35.23 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.28: ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કરી રૂા.22.61 લાખનું બેનઝીન કેમિકલ ભરેલ ટેન્‍કર સહિત રૂા.35.23 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ મળસ્‍કેના સમયે પીએસઆઈ કે.એસ.ભોયે સ્‍ટાફના મહેન્‍દ્રભાઈ, વિજયભાઈ સહિતનાઓએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી થાલા નેશનલ હાઈવે સ્‍થિત આઈમાતા હોટલના કમ્‍પાઉન્‍ડની ખુલ્લી પાર્કિંગવાળી જગ્‍યામાં ટેન્‍કર નં.જીજે-06-એવી-1268 નો વાલ્‍વ બોક્ષ ખોલી તેમાં ગળણી સાથેના પાઈપથી કેરબામાં બેન્‍જીન કેમિકલ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડી બે કારબામાં ભરેલ બેન્‍જીન કેમિકલનો 70-લીટરનો જથ્‍થો કિંમતરૂા.6,645/- તથા ટેન્‍કરમાંનો 23,820/- લીટરનો રૂા.22,61,470/- નો જથ્‍થો અને ટેન્‍કર અને મારુતિવાન નં.-જીજે-21-9415, એક મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂા.35,23,116/- નો મુદ્દામાલ કબ્‍જે કરી અજય જગદીશચંદ્ર ખટીક (રહે.જીવન જ્‍યોત એપાર્ટમેન્‍ટ થાલા બગલાદેવ મંદિરની બાજુમાં તા.ચીખલી) ને ઝડપી પાડી ટેન્‍કર ચાલક ગુડડું ઉર્ફે રૂપનારાયણ કાશી ઉપાધ્‍યાય (રહે.સુરત) તથા ભેરુનાથ (રહે.ફડવેલ તા.ચીખલી) એમ બે જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

Leave a Comment