February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

કોતરો, ગટરો, માર્ગો, નાળા, સરકારી વસાહતો, કમ્‍પાઉન્‍ડ વગેરેની કરવામાં આવી રહેલી સાફ-સફાઈઃ વીજ વિભાગ ઉંઘમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી અને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેની આગેવાની હેઠળ સેલવાસ ન.પા. દ્વારા શહેરના રહેવાસીઓની સલામતી અને સુખાકારીની વ્‍યવસ્‍થાના ભાગરૂપે આગામી ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીનો ભરાવો નહીં થાય તેમજ ચોમાસાના વરસાદની સંભવિત અસરને ઘટાડવાના હેતુથી ગટર, નાળા, રસ્‍તા વગેરેની સાફ-સફાઈ જેવી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જેમાં પાતળિયા ફળિયા કોતર, સરકારી વસાહત પાસે, દયાત ફળિયા કોતર, ટોકરખાડા કોતર, પટેલ પેટ્રોલ પંપ પાસેના પોલાણ, ડોકમરડી નદી, કામલી ફળિયા કોતર અને અંદરની ઝાડીઓ વગેરે સ્‍થળોએ સાફ-સફાઈ કરી પાણીનો ભરાવો અટકાવવા અને સરળ ડ્રેનેજની વ્‍યવસ્‍થા કરવા માટેની કામગીરીનો આરંભ કરાયો છે.
પાણી ભરાયેલા વિસ્‍તારના નાળાઓમાં પાણીના પ્રવાહનો માર્ગ અને નાળાના નાના છિદ્રો સાફ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાઈટેક શેરી, સરકારી બસ સ્‍ટેન્‍ડ અને બાલદેવીના ગટરની સફાઈકરવામાં આવી હતી તથા આલ્‍ફા ગલી, 66 કેવી રોડ, આમલી, કિશન તબેલા ગલી, બાવીસા ફળિયા, મસ્‍જિદ ગલી, બાવીસા ફળિયા તથા ભરમદેવ મંદિર લાયન્‍સ સ્‍કૂલ રોડ તથા ગટરની સફાઈમાં બાલદેવી, નવલા ફળિયા, દાતુ હાઉસ પાસે જયસુખ રવિયા હાઉસ, કુવા ફળિયા, સાયલી રોડ, બાપુડ ફળિયામાં સફાઈ કરવામાં આવી છે અને બાકીના નાળાઓની સફાઈની કામગીરી ચાલી રહી છે. સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનો આરંભ કરી દેવામાં આવ્‍યો છે પરંતુ વીજતંત્ર ઉંઘમાં હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
આ પ્રિ-મોન્‍સૂન કામગીરી માટે 8 ટીમો બનાવવામાં આવી છે. જેમાંથી 4 ટીમોને સવારે સેલવાસ વિસ્‍તાર અને 4 ટીમને રાત્રે મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવી છે. સેલવાસ નગરપાલિકા દ્વારા પાણી ભરાઈ જવાની સમસ્‍યા ધ્‍યાન પર આવે તો હેલ્‍પલાઈન નંબર 83474 72611 ઉપર સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

Related posts

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ખડકી દેવાયો

vartmanpravah

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

Leave a Comment