October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: હવામાન વિભાગ દ્વારા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં આગામી તા.01/03/2023 થી તા.06/03/2023 દરમ્‍યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અન્‍વયે તા.05/03/2023 અને તા.06/03/2023 દરમ્‍યાન વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કળષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્‍પાદિત પાકો, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને સલામત સ્‍થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્‍લાસ્‍ટિકના કાગળ કે તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવા, ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો, શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે માટે કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કળષિ યુનિવર્સીટી, નવસારી દ્વારા જણાવેલા પગલા લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયતનિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment