December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

પોલીસ અને મેડિકલ ઓફિસરે રેડ કરી ૩૦ હજારની દવાઓ મુદ્દામાલમાં જપ્ત


(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૯
અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ગરીબ આદિવાસીઓની જીંદગી સાથે ચેડા કરી રહ્ના હોવાનો વધુ ઍક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈપણ ડીગ્રી વગર કપરાડામાં બોગસ પ્રેક્ટિસ કરી રહેલો બનાવટી તબીબ પોલીસ અને કપરાડા મેડીકલ ઓફિસરે ઝડપી પાડ્યો હતો.
પ્રા વિગતો અનુસાર કપરાડાના પાથરપાડા ફળીયામાં કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી કે લાયસન્સ વગર મૂળ કલકત્તાનો રહેવાસી ઍવો ઉત્પલ હળદેવ નામનો ઈસમ ઊંટવૈદની હાટડી ચલાવતો ઝડપાઈ ગયો હતો. કપરાડા પી.ઍસ.આઈ. ભાદરકા અને મેડીકલ ઓફિસર ડો.નિતિ પટેલે પાથરપાડા ફળીયામાં રેડ પાડી હતી. બોગસ તબીબ ઉત્પલ હળદેવના દવાખાનામાંથી ૩૦ હજારની દવાઓ કાર્યવાહીમાં પોલીસે જ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. હજુ પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવે તો અન્ય વધુ બોગસ તબીબો ઝડપાઈ શકે ઍમ છે.

Related posts

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

લંડન ખાતે આયોજીત વર્લ્‍ડ ટ્રાવેલ માર્કેટમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વાગેલો ડંકો

vartmanpravah

Leave a Comment