Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે 11 એપ્રિલે મહાન સમાજસેવકમહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલની અધ્‍યક્ષતામાં મહિલા મોર્ચાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રીમતી રૂપાબેન ચક્રવતીના નિવાસ સ્‍થાને પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ શ્રી ગજેન્‍દ્ર યાદવ અને ભાજપ ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય સમિતિના સભ્‍ય અને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, મહિલા મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ અને મહિલા મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી દિપાલી શાહ સહિત મહિલા મોર્ચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી. આ પ્રસંગે ભાજપા દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની તસવીર પાસે પુષ્‍પાંજલિ અર્પણ કરીને તેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલવાનો સંકલ્‍પ લીધો હતો.

Related posts

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment