Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે ‘‘આઝાદી કા અમૃત મહોત્‍સવ” અંતર્ગત તા.3જી માર્ચે સવારે 9.00 કલાકે ‘‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન” સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના 27 ભાઈઓ તેમજ 08 બહેનો મળી કુલ 35 વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ દોડ સ્‍પર્ધાનું આયોજન કોલેજના ગ્રાઉન્‍ડથી ગર્લ્‍સ હોસ્‍ટેલ સુધી અને પરત કોલેજ સુધી આમ કુલ 3 કિલોમીટનું અંતર રાખવામાં આવ્‍યું હતું. દોડ સ્‍પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. આ દોડ સ્‍પર્ધાના નિયમો અંગે કોલેજના પી.ટી.આઈ. સંદીપભાઈ ટંડેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કોલેજના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની ઉપસ્‍થિતિમાં સ્‍પર્ધાની શરૂઆત કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ સ્‍પર્ધાનું સમગ્ર આયોજન અને સંચાલન નોડેલ ઓફિસર ડો.વિરેન્‍દ્રભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે ભોયા ભાવેશ અર્જુનભાઇ અને બહેનોમાં ભોયા જયવંતી રાજારામભાઇએ પ્રાપ્ત કર્યો હતો તેમને ઈનામ સ્‍વરૂપે ટ્રોફી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

Leave a Comment