April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ દાનહએ શૈક્ષણિક સામાજિક સાંસ્‍કૃતિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે સાધેલા વિકાસની રજૂ કરેલી ગાથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 02: દાદરા નગર હવેલીના 69મા મુક્‍તિ દિન પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ તિરંગો લહેરાવી જિલ્લામાં થઈ રહેલા વિવિધ વિકાસ કામોની ગાથા રજૂ કરી હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પ્રદેશની મુક્‍તિ બાદ આ પ્રદેશનો વિકાસ ખુબ જ ઝડપી ગતિએ થયો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આજે આપણો સમગ્ર પ્રદેશ દેશમાં ઔદ્યોગિક હબ તરીકે ઉભરી ચુક્‍યો છે. જ્‍યાં કપડાં, ફાર્માસ્‍યુટિકલ, પ્‍લાસ્‍ટિક, કેબલ વગેરેનું ઉત્‍પાદન મોટાપાયે થઈ રહ્યું છે. તેમણે લોકાભિમુખ પ્રશાસનની પ્રતિબધ્‍ધતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લોકોની સુવિધા માટે ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ પંચાયતો અને ત્‍યાંના લોકોને ભરપુર ફાયદો મળી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા અને કાઉન્‍સિલરોના સહયોગથી 100 ટકા ભીના અને સૂકા કચરાની તારવણી અલગ અલગ કરી એકત્ર કરવામાં આવી રહ્યોછે.

કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દાદરા નગર હવેલીની બદલાઈ રહેલી તસવીરનું પ્રતિબિંબ પાડતાં જણાવ્‍યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં રિંગરોડ, પૂલ, મેડિકલ કોલેજ, આર્ટ સેન્‍ટર, ઓડિટોરિયમ, વિવિધ પૂલોની હારમાળા વગેરેના નિર્માણનું કાર્ય પૂર્ણ જોશથી ચાલી રહ્યું છે અને પૂર્ણતાના આરે છે. તેમણે પ્રશાસન દ્વારા ચાલી રહેલ વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓ અને પ્રોજેક્‍ટોની પણ માહિતી આપી હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપસી સહયોગ વગર વિકાસ સંભવ નથી. તેમણે જિલ્લાના લોક પ્રતિનિધિઓને આગળ આવી સરકારના પ્રયાસોનો લાભ જન જન સુધી પહોંચે તે નિヘતિ કરવા આહ્‌વાન કર્યું હતું.

આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદો, સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્‍ઠ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

દમણ જિલ્લાને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા પંચાયતો સક્રિયઃ દુકાનદારોને પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની આપેલી જાણકારી

vartmanpravah

Leave a Comment