Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નેત્રંગ, તા.03: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર અને સરકારીવિનયન અને વાણિજ્‍ય કોલેજ, નેત્રંગના સહિયારા પ્રયાસથી નેત્રંગ ખાતે આગામી તા.11મી માર્ચ, 2023ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. જી.આર. પરમારના નેતૃત્‍વ હેઠળ પ્રબુદ્ધ અધ્‍યાપકો માટે એક રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમીનારમાં આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર વિમર્શ કરવામાં આવશે. આ સેમિનારમાં દેશના નામાંકિત અધ્‍યાપકો, પ્રોફેસરો અને વિદ્વાનો ભાગ લેશે. જેમાં આદિવાસી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, અર્થશાષા, નૃત્‍ય, વાજિંત્રો, લેખકો, લોક કલા અને બીજા ઘણા બધા વિષયો પર ચર્ચા વિચારણા થશે.
આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના વીર નાયકોનું ભારતની સ્‍વતંત્રતાની ચળવળમાં અમૂલ્‍ય યોગદાન વિશે સંશોધન પત્રો રજૂ થશે. આ રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક પર્વમાં રાષ્ટ્રના નામાંકિત વિદ્વાનો, કુલપતિશ્રીઓ, રાજનેતાઓ, અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય કાઉન્‍સિલના સભ્‍યો અને અન્‍ય પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે તેવું કાર્યક્રમના સંયોજક ડૉ. જશવંત રાઠોડે એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું.

Related posts

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment