October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍કૂલમાં ‘‘હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધસ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં ‘‘હર ઘર તિરંગા”ની સ્‍પર્ધા તારીખ 7 ઓગસ્‍ટ 2024 ના રોજ શાળા કક્ષાએ યોજવામાં આવી હતી. જેમાં અમારી શાળાનાં ધોરણ 9 થી 12 ગુજરાતી મીડીયમમાં અભ્‍યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ તિરંગાના મહત્‍વ પર વકળત્‍વ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા, તિરંગા ને લગતા ગીત સ્‍પર્ધા, ચિત્રકલા સ્‍પર્ધામાં ભાગ લઈ આ બધા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વાતાવરણમાં સ્‍વતંત્રતાનો માહોલ બનાવ્‍યો હતો. આમ વિદ્યાર્થીઓમાં રાષ્‍ટ્રપ્રેમ અને દેશભક્‍તિની ભાવના જાગે તે હેતુસર આ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વકળત્‍વ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમ યશ્વી મેહુલભાઈ મિષાી, દ્વિતીય ક્રમ કળતિકા મહેશભાઈ ટાંક, તૃતીય ક્રમ પ્રિત રાકેશભાઈ પટેલ અને તિરંગા ગીત સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે ઓમ વાલજીભાઈ દામા દ્વિતીય ક્રમે પ્રિયા પ્રકાશભાઈ ભાદાણી તૃતીય ક્રમે માહી જયેશભાઈ સિધ્‍ધપુરા અને ચિત્ર સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે જયદીપ ગણેશભાઈ મેળતિયા, દ્વિતીય ક્રમે કળષિ રાજેશભાઈ રોહિત અને તૃતીય ક્રમે રાજ નિમેશભાઈ પ્રજાપતિ નિબંધ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે પ્રિયાંશ ભાથીવાલા અને ક્રાફટ દ્વારા તિરંગાનું પ્રદર્શનમાં પ્રથમ ક્રમે કળતજ્ઞતા દીપકભાઈ પટેલ આબધા જ વિદ્યાર્થીઓએ પોતાનો રાષ્‍ટ્રપ્રેમ અને દેશભક્‍તિની ભાવના જાગૃત કરી હતી. તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા એ વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

Leave a Comment