October 21, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

અન્‍ડર 17 ગર્લ્‍સમાં ગેલેક્ષી સ્‍કૂલ ફૂદમ વિજેતાઃ અન્‍ડર 14 બોયઝમાં રનર્સ અપ રહેલી દીવની સરકારી મિડલ શાળા અને અન્‍ડર 17 બોયઝમાં રનર્સ અપ બનેલી ફૂદમની ગેલેક્ષી સ્‍કૂલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21 : ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ ખેલ વિભાગ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને ખેલ સચિવ શ્રીમતી અંકિતા આનંદ તથા જિલ્લા જિલ્લા કલેક્‍ટર શ્રી ફોરમન બ્રહ્માના પ્રેરક માર્ગદર્શન અને ખેલ નિર્દેશક અને સંયુક્‍ત સચિવ શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી ત્રિ-દિવસીય અંડર 14 અને 17 બોયઝ અને અંડર 17 ગર્લ્‍સ માટે પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું તા.19થી 21 જુલાઈ દરમિયાન સફળ આયોજનકરવામાં આવ્‍યું હતું.
આ પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં અંડર 14 બોયઝ શ્રેણીમાં નિર્મલા માતા સ્‍કૂલ દીવ વિજયી થઈ હતી અને સરકારી મિડલ સ્‍કૂલ, દીવ ઉપ વિજેતા રહી હતી. અંડર 17 બોયઝ શ્રેણીમાં નિર્મલા માતા સ્‍કૂલ દીવ વિજેતા બની હતી જ્‍યારે ગેલેક્ષી સ્‍કૂલ ફૂદમ ઉપ વિજેતા બની હતી, તથા અંડર 17 ગર્લ્‍સ શ્રેણીમાં ગેલેક્ષી સ્‍કૂલ ફૂદમ વિજેતા બની હતી જ્‍યારે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવ ઉપ વિજેતા રહી હતી.
ત્રણેય ઉમરની શ્રેણીના વિજેતા અને ઉપ વિજેતા રહેલી ટીમોને ઉપ લેખા(એકાઉન્‍ટિંગ) નિર્દેશક શ્રી મનોજ કામલીયા, ખેલ અધિકારી શ્રી મનિષ જી. સ્‍માર્ત, પ્રભારી સહાયક શારીકિ શિક્ષણ અધિકારી શ્રી એચ. વી. આચાર્ય અને પ્રભારી તાલુકા ખેલ સંયોજક શ્રી ડી. ડી. ગોમ્‍સએ ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્‍માનિત કર્યા હતા અને રાજ્‍ય સ્‍તરીય સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ માટે વિજેતા બનેલ ટીમનો દિલથી શુભકામના પાઠવી હતી. ત્રણેય ઉમર શ્રેણીમાં વિજેતા થનાર ટીમ આવતા મહિને દમણમાં યોજાનાર રાજ્‍ય સ્‍તરીય ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં સહભાગી બનવા માટે જશે અને ત્‍યાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ત્રણેય જિલ્લાના વિજેતાઓ વચ્‍ચે રાષ્‍ટ્રીય સ્‍તરીય સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં સહભાગી થવા માટે મુકાબલો થશે.
આ ત્રિ-દિવસીયપ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સફળ આયોજન અને સંચાલન ખેલ અધિકારી શ્રી મનિષ જી. સ્‍માર્તના નેતૃત્‍વમાં પ્રભારી સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી એચ.વી.આચાર્ય, પ્રભારી તાલુકા ખેલ સંયોજક શ્રી ડી. ડી. ગોમ્‍સ તથા દીવ જિલ્લાના તમામ શારીરિક શિક્ષણ શિક્ષકોએ તેમના યોગદાનથી કર્યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

Leave a Comment