આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી કરાવશે. આવતી કાલે સવારે 10:30 કલાકે આયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાન 15મી ઓગસ્ટ સુધી નિરંતર ચાલુ રહેશે.
આવતી કાલે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમના પરિસરમાં મર્ચન્ડાઈઝ સ્ટોલમાં તિરંગાથી જોડાયેલા વિવિધ ઉત્પાદનો જેવા કે ઝંડા, બેઈઝ અને અન્ય સ્મૃતિચિહ્ન ઉપલબ્ધ કરાશે. જેને ખરીદીને લોકો આ અભિયાનનો હિસ્સો બની શકે છે.
સિલવન દીદી/એસએચજી સ્ટોલ્સમાં સ્વયં સહાયતા સમૂહ અને સ્થાનિય કારીગરો દ્વારા સંચાલિત હાથ બનાવટના ઉત્પાદનો, પારંપારિક વષા અને હસ્તશિલ્પ પ્રદર્શિત કરાશે જે સ્થાનિક અર્થ વ્યવસ્થાને ઉજાગર કરશે.
અહીં કિડ્ઝ ઝોન/ઝુલાઓ બાળકો માટે વિશેષ રૂપથી તૈયાર કરાયા છે અને ખેલ ઝુલો અને મનોરંજક ગતિવિધિઓથી ભરપુર હોવાથી બાળકો પણ આ ઉત્સવનો આનંદ લઈ શકશે.
તિરંગો કેનવાસ એક મોટા કેનવાસ ઉપર લોકો ભારતીય ભાષામાં ‘હર ઘર તિરંગા’ અને ‘જય હિન્દ’ લખી શકે છે. આ સહભાગિતા ફક્ત રાષ્ટ્રપ્રેમ જ નથી દર્શાવતી પરંતુ ભારતીય ભાષાઓની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.
સેલ્ફી બૂથઃ વિશેષ રૂપથી ડિઝાઈન કરાયેલા સેલ્ફી બૂથ ઉપર લોકો તિરંગાની સાથેપોતાની તસવીરો ખેંચી શકે છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પ્રદર્શિત કરી શકે છે. જેનાથી આ અભિયાનની પહોંચ ઘણી વ્યાપક થતી હોય છે. આમ, તા.9થી 15મી ઓગસ્ટ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન એક રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝનું પ્રતિક બની રહેશે.