Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં ‘માં બેટી મેળા’નું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શનમાં ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં વિદ્યાર્થીનીઓ માટે ‘માઁ બેટી મેળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. ‘પ્‍યાર વાત્‍સલ્‍ય’ પર આધારિત આ માતા અને બેટીના સંબંધને ઔપચારિક શિક્ષણમાં એક સહાયક રૂપે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્‍યે સમાજને જાગૃત કરવા માટે સંદેશ આપવા માટે આ કાર્યક્રમ કારગર સાબિત થયો છે.
આ કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ અને માતાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમા મુખ્‍ય અતિથિ તરીકે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. શ્રીમતી નિશાબેન ભવરે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીનીઓને સમગ્ર શૈક્ષણિક વિકાસ માટે પ્રશાસન સાથે મળી તેઓ સદૈવ કટિબદ્ધ છે. આ પ્રસંગે બીઆર.સી. ખાનવેલ ભાષા વિશેષજ્ઞ શ્રી પ્રવીણ લોખંડેદ્વારા માતૃભાષામા શિક્ષણનું મહત્‍વ સમજાવ્‍યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી સુરજ બાવિસકર દ્વારા કરવામાં આવ્‍યું હતું. અને આભારવિધિ મુખ્‍ય શિક્ષક શ્રી કિશન બોન્‍ડએ કરી હતી.

Related posts

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

Leave a Comment