Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

ઘોંઘાટ બંધ કરાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆતની કોઈ અસર નહીં: ઘોંઘાટ ચાલુ જ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: આજે સેલવાસના સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત ગ્રામીણ પ્રીમિયર લિગ(જીપીએલ) નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો શુભારંભ મુખ્‍ય અતિથિ તરીકે સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ટુર્નામેન્‍ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્‍ટના શુભારંભ પ્રસંગે રેકોર્ડિંગ સોંગ ડી.જે.ના તાલે ડાન્‍સ પ્રસ્‍તુતિ અને આતશબાજી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, ટૂર્નામેન્‍ટ દરમ્‍યાન ઘોંઘાટ થતો હોય જેને બંધા કરાવવા દાનહ ભાજપ એસ.ટી. મોર્ચાના દ્વારા કલેક્‍ટરશ્રીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ લાગે છે કે તેની કોઈ જ અસર નહીં પડી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
જો કે, જોર જોરથી ડી.જે.ના ઘોંઘાટથી તંગ આવતાં સ્‍ટેડિયમની બાજુંમાં જ આવેલ ટેનિસ કોર્ટમાં ટેનિસ રમતની પ્રેક્‍ટિસ કરી રહેલ જિલ્લાપંચાયતના સીઈઓ અને એમના મિત્ર તાત્‍કાલિક સ્‍ટેડીયમમાં દોડી આવ્‍યા હતા અને ઘોંઘાટ-ધ્‍વનિ પ્રદૂષણ બંધ કરવાનો આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશના ક્રિકેટ ટૂર્નામેન્‍ટના આયોજકો હંમેશા નિયમોના ઉલ્લંઘન કરતા જોવા મળે છે. સ્‍ટેડીયમમાં ડી.જે. વગાડવાની પરમીશન નહીં હોવા છતાં પણ મોટા અવાજે ડી.જે. વગાડી-શોરબકોર કરી નમો મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ જેઓની હોસ્‍ટેલ સ્‍ટેડિયમની બાજુમાં જ આવેલી છે. હાલમાં તેઓની પરીક્ષા યોજાવાની છે. જેના માટે વિદ્યાર્થીનીઓ રાતદિવસ જાગીને વાંચન અને અભ્‍યાસ કરી છે. જેઓને આવી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વગેરેમાં કરાતા બિનજરૂરી ઘોંઘાટના કારણે ઘણી જ તકલીફો પડી રહી છે. તેથી આયોજકો ઉત્‍સાહના અતિરેકમાં આવ્‍યા વગર બિનજરૂરી ઘોંઘાટ બંધ કરે એ જરૂરી છે.
નમો મેડીકલ કોલેજ શરૂ થાય અને ત્‍યાં જ મેડીકલના વિદ્યાર્થીઓને હોસ્‍ટેલની સુવિધા મળે ત્‍યાં સુધી સાયલી ખાતેના સ્‍ટેડીયમ પર ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજવા માટેની પરવાનગી આપવામાં આવે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

Leave a Comment