March 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

  • તોબા પોકારી ઉઠેલા તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્‍યક્ષ સહિત ભાજપના 27માંથી 25 સભ્‍યોએ તાલુકા વિકાસ અધિકારીનો મનમાની વહીવટ પ્રજાના જન હિતના અને વિકાસના કામમાં અવરોધ

  • સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર અને અવગણના

  • ભ્રષ્ટાચારી લેતી દેતીમાં વધુ રસ હોવાનો આરોપ મુકી બદલીની માંગ માટે કરેલી ઉચ્‍ચસ્‍તરીય રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03
ઉમરગામ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપૂતની ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવાની અને હાંસીયામાં મુકવાની લાંબા સમયથી ચાલી રહેલી પ્રજા વિરોધી નીતિ સપાટી પર આવી જવા પામી છે. ઉમરગામ તાલુકાની મોટાભાગની પંચાયતના સરપંચોની તાલુકા વિકાસ અધિકારીની લેતી દેતીની અસંખ્‍ય મૌખિક રાવ લાંબા સમયથી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને મળી રહી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્‍યક્ષ તેમજ તમામ સમિતિના અધ્‍યક્ષોમાં તાલુકા વિકાસ અધિકારીની મનમાની અને વિશ્વાસમાં ન લેવાની અમલમાં મુકેલી નીતિથી લાંબા સમયથી ભારે નારાજગી વ્‍યાપેલી જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા તેમજકારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના 27 સભ્‍યોમાંથી 25 સભ્‍યોમાં વ્‍યાપેલી ભારે નારાજગીના કારણે ગેરવહીવટ, સરકારી કાર્યક્રમોમાં અને પ્રજાના વિકાસના કાર્યક્રમોમાં રસ ન દાખાવાનો આરોપ મૂકી રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રી નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ આદિજાતિ વિભાગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, કેબિનેટ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત રાજ્‍યમંત્રી શ્રી બ્રિજેશ મિર્ઝા, વિકાસ કમિશનર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અને બીજેપી વલસાડ પ્રમુખ સહિત સુધી ઉચ્‍ચસ્‍તરીય રજૂઆત કરી બદલીની માંગ કરવામાં આવી છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાના વિકાસના કામથી ઈરાદાપૂર્વક દૂર રાખવાનું તેમજ મતદારોથી સંપર્ક વિહોણા કરવાનું એક પ્રકારનું આ ષડયંત્રની ચર્ચા લાંબા સમયથી તાલુકાની પ્રજામાં જોવા મળી રહી છે. હાલમાં માંડા ગામ ખાતે આકસ્‍મિક ઘટનામાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા કરવામાં આવેલી સહાયમાં માત્ર ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર ઉપસ્‍થિત હતા. જ્‍યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઈરાદાપૂર્વક દૂર રાખવામાં આવ્‍યો હોવાનો આરોપ મુકવામાં આવ્‍યો છે. આ ઉપરાંત પ્રજાના કામ માટે સરકારી ગાડીનાઉપયોગથી પ્રમુખશ્રીને દૂર રાખવામાં આવે છે. સરકારી કામકાજની ખરીદી માટે પ્રમુખ તેમજ અન્‍ય સમિતિના અધ્‍યક્ષો કે સરપંચશ્રીઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. અને વિકાસના કામમાં રસ ન દાખવી જ્‍યાં પોતાને નાણાંકીય લાભ મળવાનો હોય ત્‍યાં રસ દાખવતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ ઉમરગામ તાલુકાના અનુસૂચિત જાતિના તેમજ બક્ષીપંચના વર્ગના વિદ્યાર્થીઓને દાખલાઓ આપવામાં ઈરાદાપૂર્વક ભૂલો કાઢી હેરાન કરતા આવેલા હોવાનું પણ જણાવવામાં આવ્‍યું છે. વંદે ગુજરાત વિકાસ રથયાત્રાના ઘણા કાર્યક્રમોમાં ગેરહાજર રહી રથનું આયોજન યોગ્‍ય રીતે કરવામાં ન આવ્‍યો હોવાનું પણ આરોપ મુકવામાં આવ્‍યો છે.
ઉમરગામ તાલુકામાં આદિવાસી નેતાઓને, અગ્રણીઓ, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજા સમક્ષ આગવી ઓળખ ઉભી કરવામાં સફળ ન થાય એનું ષડયંત્ર એક નેતા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા આદિવાસી નેતાઓ પ્રજાના વિકાસના કામ રાત દિવસ કરતા જોવા મળે છે પરંતુ એમને હાસ્‍યમાં લાવવા માટે પાછળથી તરકટ ચાલતું હોય છે. હાલમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના 27માંથી 25 સભ્‍યો અને આ ઉપરાંત 52 માંથી 45 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચો આ પ્રકારના ચાલી રહેલા ષડયંત્રથી ભારે નારાજ છેઅને જેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેની નોંધ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અને ઉચ્‍ચ સરકારી તંત્રએ લેવાની જરૂરત છે.

Related posts

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

Leave a Comment