(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના સાયલી ખાતે પી.ટી.એસ. અને ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની જાણકારી મળતા વનવિભાગ સતર્ક થઈ ગયું હતું અને દીપડાને પકડવા માટે પાંજરૂં ગોઠવવામાં આવ્યું છે સાથે ગ્રામજનો તેમજ પ્રદેશના લોકોને સલામતીના માટે સાવચેતીના પગલા અનુસરવા વિનંતી કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેતા જણાવાયું છે કે, બાળકોને એકલા જવા દેવા નહિ, પાલતુ પ્રાણીઓને એકાંત જગ્યાએ જવા દેવા નહિ, કુતરાઓનેપાંજરે બાંધેલા રાખવા ઘર તેમજ જમીન તરફ વન્ય પ્રાણીને આકર્ષે જેવા ખાદ્ય પદાર્થ તેમજ ઝાડી ઝાંખરાંથી સાફ રાખવું, વાહન સાવચેતી રાખીને ચલાવવું અને જો કોઈને દીપડાની કોઈપણ હલચલ, દીપડાના પંજાના કે કોઈપણ પ્રકારના ભનક લાગે તો તાત્કાલિક વનવિભાગના અધિકારીઓ અથવા તો કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે.
Previous post