September 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

હાઈવે મરામતની કામગીરી ચાલતી હતી ત્‍યારે વન વે લાઈનમાં અકસ્‍માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: નવસારી-ભિલાડ વચ્‍ચે નેશનલ હાઈવે 48 ઉપર અકસ્‍માતો જાણે સામાન્‍ય વાત બની ગઈ છે. નિરંતર અકસ્‍માતો સર્જાતા રહે છે. ગઈકાલ રાતે અતુલ બ્રિજ ઉપર ક્રિએટા કાર અને સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બન્ને કારનો ખુડદો બોલી ગયો હતો. જો કે બન્ને કારમાં સવાર ત્રણ-ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો તેવો વધુ એક અકસ્‍માત આજે પારડી હાઈવે ઉપર સર્જાયો હતો. પુરઝડપે દોડી રહેલ કન્‍ટેનર અને ટ્રેઈલર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે ઉપર આજે સોમવારે બપોરે કન્‍ટેનર નં.એચઆર 55 એએચ 4238 અને ટ્રેઈલર નં.આરજે 51 જીએ 1065 ઓવરટેકની લ્‍હાયમાં એકબીજા સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં એક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્‍થાનિક લોકોએ બે કલાકની જહેમત ઉઠાવી માંડ માંડ ચાલકને ગંભીર સ્‍થિતિમાં બહાર કાઢયો હતો. તેમજ સારવાર માટે ખસેડયો હતો. પોલીસે અકસ્‍માતગ્રસ્‍ત વાહનોને હટાવીને જામ થઈ ગયેલ ટ્રાફિકરાબેતા મુજબ કાર્યરત કર્યો હતો. હાઈવે ઉપર મરામતની કામગીરી ચાલી રહી હતી ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો અને બીજી તરફ વરસાદનું પણ વિઘ્‍ન હતું.

Related posts

વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment