Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

  • મંગળવારે મતગણતરી : વોર્ડ નં.4ના મોર્ડન સ્‍કૂલમાં બુથ નં.4માં ઈવીએમ મશીન ખોટકાતા બે કલાક મતદાન બંધ રહ્યું

  • ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 109 ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણીનું આજે રવિવારે મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ 51.87 ટકા મતદાન કર્યુ હતું. પાલીકા ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠક પૈકી એક બેઠક ભાજપની બીનહરિફ થયેલી તેથી 43 બેઠકો માટે મતદાન યોજાયેલું હતું. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમીના કુલ 109 ઉમેદવારોનું ભાવિ મતદાનોએ ઈ.વી.એમ. મશીનમાં કેદ કર્યુ હતું. અગામી મંગળવારે ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે.
વાપી નગર પાલિકાની આજે યોજાયેલી સામાન્‍ય ચૂંટણીમાં સવારે સાત વાગ્‍યાથી શરૂ થયેલ મતદાન ધીમી ગતિથી ચાલુ થયું હતું. 11 વાગ્‍યા પછી મતદારો ધીરે ધીરે પોતાના બુથમાં ઉમટી રહ્યાહતા. કુલ 1ર9 મતદાન બુથોમાં ધીરે ધીરે મતદાને વેગ પકડી રહ્યું હતું. સાંજે છ સુધી ચાલેલ મતદાનના અંતે કુલ 51.87 ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન દરમિયાન વોર્ડ નં.4ના બુથ નં.4 મોર્ડન સ્‍કૂલમાં ઈ.વી.એમ. ખોટકાતા બે કલાક મતદાન બંધ રહ્યું હતું. બાદમાં રાબેતા મુજબ મતદાન આગળ વધ્‍યું હતું. અલબત આ ઘટનાને કોંગ્રેસના ઉમેદવાર શ્રી પીરુ મકરાણીએ આક્ષેપ કર્યો હતો કે ઈ.વી.એમ. સાથે છેડછાડ થઈ છે અને અમે નોડલ અધિકારીને ફરિયાદ કરીશું. કારણ કે મારા નામનું બટન જ કામ કરતું બંધ થઈ ગયું હતું. અગાઉના મશીનમાં નાંખવામાં આવેલ ર00 ઉપરાંત મતોનું શું તેવો સવાલ શ્રી પીરુ મકરાણીએ ઉભો કર્યો હતો. પોલીસ સમાધાન બાદ આ બુથનો હોબાળો શાંત પડયો હતો.
પાલીકા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વિભાગે તમામ બુથો ઉપર ચાંપતો બંદોબસ્‍ત ખડકી દીધો હતો. એક ડી.વાય.એસ.પી., ત્રણ પી.આઈ. અને સાત પી.એસ.આઈ., ર84 પોલીસ જવાન અને 190 હોમગાર્ડ ચૂંટણી ફરજમાં જોતરાયા હતા. ક્‍યાંક એકલ દેકલ બોગસ મતદાનના બે-ત્રણ કિસ્‍સા બહાર આવેલ પરંતુ મતદાન થાય તે પહેલા તેવા મતદારોને પોલીસને સોંપી દીધા હતા. પાલીકાની સામાન્‍ય ચૂંટણીમાં નોંધનીય બાબત એ જોવા મળી હતી કેકોવિદ-ગાઈડ લાઈનનું તમામ બુથોમાં પાલન કરાવમાં આવ્‍યું હતું. ટાઉનના એક બુથ ઉપર તો આરોગ્‍ય વિભાગ સાથે સાથે વેક્‍સિનેશન કામગીરી પણ સંભાળી હતી. ટૂંકમાં વાપી નગર પાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
મંગળવારે પુરુષ અધ્‍યાપન મંદિરમાં મત ગણતરી હાથ ધરાશે ત્‍યારે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળશે. પરંતુ ભાજપે તો 44 બેઠકો અંકે કરવાનો દાવો કર્યો હતો. ધારાસભ્‍ય અને નાણાં ઊર્જામંત્રી, કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિત અગ્રણીઓ તમામ બુથો ઉપર રાઉન્‍ડ લગાવીને મતદારોનો ઉત્‍સાહ વધારતા જોવા મળ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

Leave a Comment