October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

નરોલી ગ્રામ પંચાયત સહિત વિવિધ આદિવાસી વિસ્‍તારોમાં પારંપારિક વાદ્યો તારપા, તૂર, ઢોલ-શરણાઈના સૂરે નાચ ગાનની સાથે રાષ્‍ટ્રપતિ બનેલા દ્રૌપદી મુર્મુના વિજયને વધાવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.21: દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સવનો માહોલ સર્જાયો હતો. દાદરા નગર હવેલીના વિવિધ આદિવાસી વિસ્‍તારો પારંપારિક વાદ્ય તારપા, તૂર, ઢોલ-શરણાઈના સૂરથીગુંજી ઉઠયા હતા.

નરોલી ખાતે પંચાયત દ્વારા શ્રીમતી દ્રૌપદી મુર્મુના વિજયને વધાવવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જ્‍યાં સ્‍થાનિક આદિવાસીઓએ પારંપારિક નૃત્‍ય કરી પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ બનેલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને અભિનંદન આપવામાં આવ્‍યા હતા.

દમણ ખાતે ભાજપ કાર્યાલયમાં ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી વિવિધ મોર્ચાના પદાધિકારીઓએ આનંદ-ઉત્‍સવ મનાવ્‍યો હતો.

Related posts

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

Leave a Comment