Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

પાલિકાના રૂા.17.26 કરોડ વેરા માંગણા સામે રૂા.13.84 કરોડની વસુલાત થઈ : હજુ વસુલાત વધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: અત્‍યારે માર્ચ એન્‍ડિંગ ચાલતો હોવાથી વાપી નગરપાલિકા દ્વારા વેરા અભિયાન તેજ કરાયું છે. સન 2022-23 વર્ષના મિલકત વેરા લોકો સુવિધા યુક્‍ત ઝડપી ભરવાઈ કરે તેવા હેતુએ માર્ચના તમામ રવિવારે પણ પાલિકા ઓફિસ વેરો ભરપાઈ કરવા માટે ખુલ્લી રહેશે.
વાપી નગરપાલિકાની વેરા વસુલાત કામગીરી હંમેશા પ્રતિવર્ષે સંતોષકારક રહેતી આવી છે. ચાલુ વર્ષે વેરા માંગણા બિલ રૂા.17.26 કરોડની સામે અત્‍યાર સુધીમાં રૂા.13.84 કરોડ વેરો ભરપાઈ થયો છે તેથી 80.30 ટકા વેરા વસુલાતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વિલંબિત થયેલ વેરા અંગે પાલિકા દ્વારા મિલકતો સિલ કરવાની પણ કામગીરી હાલમાં ચાલી રહી છે. તેમજ જુના ચઢત વેરા ઉપર વિવિધ સ્‍કીમનો લાભ પણ પાલિકા દ્વારા અપાઈ રહ્યો છે તેથી વેરો ભરવાનો ધસારો પણ વધેલો જોવા મળ્‍યો છે. ભૂતકાળમાં પાલિકા દ્વારા 95 ટકા ઉપરાંત વેરા વસુલાતની કામગીરી પાર પાડેલી છે. જો કે અમુક વિવાદિત મિલકતોના વેરા લાંબા સમયથી ભરપાઈ નહી થયા ના પણ દાખલા દફતરે નોંધાયેલા છે.

Related posts

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment