September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

ઉપસ્‍થિત રાષ્‍ટ્રિય કવિઓએ પાકિસ્‍તાનની સ્‍થિતિ, ભારતની સંસ્‍કૃતિ વિરાસત, કાશી, મથુરા, અયોધ્‍યા, રાજનિતી પર કવિતા રજૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી વીઆઈએ હોલમાં રવિવારે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા હિન્‍દજી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આગરા-વારાણસી, ઈન્‍દોર, દેવાસ, કાનપુર અને મુંબઈના નામી કવિઓ ઉપસ્‍થિત રહીને પોતાની કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા.
વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ દમણ-દાનહ વિસ્‍તારમાં શિક્ષણ-આરોગ્‍ય સામાજીક કલ્‍યાણ સેવાકીય પ્રવૃત્તિ ભૂમિહાર ચેરીટેબલ ટ્રસ્‍ટ કરી રહેલ છે. ટ્રસ્‍ટ દ્વારા હોળી મિલન કાર્યક્રમઅંતર્ગત હિન્‍દી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શૃંગાર રસની જાણીતી યુપીની કવિયિત્રી પ્રિયંકારાય ઓમનંદની, મધ્‍યપ્રદેશના ગીતકાર અમન અક્ષર તથા સબરસ માટે જાણીતા હેમંત પાંડે મુંબઈના અતિથિ વિશેષ ગીતકાર ચંદન રાયએ જેવા કવિઓએ કંઠનો જાદુ પાથરી શ્રોતાઓને હાસ્‍યસભર મનોરંજનની મહેફિલ સજાવી દીધી હતી. સંમેલનમાં રાજનીતિક કટાક્ષ, આંતરરાષ્‍ટ્રિય મુદ્દા પણ છવાયેલા જે લોકો કાશ્‍મિર માંગતા હતા એ આજે આટો (લોટ) માંગી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારીની વૃધ્‍ધાને આર્થિક સહાય અપાવવાના બહાને ચીખલી લાવી સોનાના દાગીના ઉતરાવી જનાર મહિલાની ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment