(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી અલગ અલગ તાલુકાઓમાં ઉજવણી થઈ રહી છે. વલસાડ જિલ્લા નશાબંધીᅠએસપી જે. એસ. તન્નાના માર્ગદર્શન હેઠળ વ્યસન મુક્તિનો સંદેશો રથ વલસાડ સિટીમાં ફેરવેલ છે અને આ રથ વલસાડના લીલાપોરમાં, મહિલાના આઈ.ટી.આઈ.માં, પારડી આઈટીઆઈ.માં, વલસાડ બાલાજી વેફર કંપનીમાં, ધરમપુર વનરાજ આર્ટસ કોલેજમાં, ભીલાડ ગવર્મેન્ટ કોલેજમાં, વાપી આર.કે દેસાઈ કોલેજમાં, કુંતા ગ્રામ પંચાયતમાં અને મોરાઈ ગ્રામ પંચાયતમાં તમામ જગ્યા પર નશાબંધી જાગૃતિ માટેશોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં યુવાનો નશાના લટે ચડી જતા હોય છે. જેના કારણે યુવાનોનું ઘર બરબાદ થઈ જતું હોય છે અને મહિલાઓ પણ પોતાના પતિને છોડીને જતા રહેતા હોય છે. નશા વિશે વિદ્યાર્થીઓએ સાંસ્કળતિક કાર્યક્રમ રજૂ કરીને નશો ન કરવાનુ કારણ બતાવ્યું હતું. જ્યારે 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી થઈ રહી હતી. જેમાં વલસાડ જિલ્લામાં આઠ અલગ અલગ જગ્યા ઉપર વ્યસન મુક્તિનો સંદેશોનો રથ ફેરવ્યો હતો. જેમાં મહિલા, પુરુષ અને વિદ્યાર્થીઓ મળીને કુલ 6,000 જેટલા લોકોએ આનો લાભ લીધો છે જ્યારે આ તમામ જગ્યાઓ પર નશો ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશાબંધી કચેરીના સુપ્રિટેન્ડન જીએસ તન્ના, ઈસ્પેક્ટર ઝેડ. એફ. સિંધી, પોલીસ કર્મચારી ગણપતભાઈ કુકણા અને એઆઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જાહેમત ઉઠાવી હતી.
