October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬: રોટરી ક્લબ ઓફ દમણ અને દમણની સરકારી હોસ્પિટલના સહયોગથી ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘેલવાડ ગ્રામ પંચાયતના નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી રવિન્દ્રસિંહ ધામી, શ્રી વિશ્વજીતભાઈ, શ્રી અપૂર્વ પાઠક, શ્રી અમરીશભાઈ, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ તથા અન્યોએ ઉપસ્થિત રહીને સહકાર આપ્યો હતો. આ ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પમાં દમણ સરકારી હોસ્પિટલના ડો.ભક્તિ સોનકર, ડો.નિહારિકા, ડો.ચંદિકાબેન, ડો.કલ્પનાબેનએ પોતાની સેવાઓ આપી હતી. આ કાર્યક્રમ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં ૮૬ મહિલાઓએ તેમના આરોગ્યની તપાસ કરાવી હતી.

Related posts

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment