Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

કારોબારી ચેરમેન તરીકે ભરત જાદવની જાહેરાત બાદ મિતેશ પટેલ નામ જાહેર થયું : આ પેચમાં કદાચ સભામાં ત્રીજા નામની જાહેરાત થઈ શકે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લા પંચાયતની ત્રીજી ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી બાદ પ્રથમ સામાન્‍ય સભા સોમવારના રોજ યોજાનાર છે. આ સભામાં કારોબારી ચેરમેનનો મુદ્દો ફરીઉછળે તેવી શક્‍યતાઓ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા સોમવારે નવી સિવિલ નનકવાડા વલસાડ ખાતે યોજાનાર છે. ગત પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી દરમિયાન કારોબારી સમિતિના ચેરમેન પદ સભા શરૂ થવાના પાંચ મિનિટ પહેલા બદલાઈ ગયો હતો. જેમાં ભરત જાદવના મેન્‍ડેડ બાદ મિતેશ પટેલના નામની જાહેરાત થતા સભ્‍યોમાં નારાજગી જોવા મળી હતી. આ મુદ્દો પ્રદેશ ભાજપ સુધી પણ પહોંચ્‍યો છે. એટલે હવે ભાજપની છેલ્લી ઘડીએ ફેરફાર કરવાની પ્રણાલી અનુસાર કદાચ બેની લડાઈમાં ત્રીજું નામ જાહેર થાય તો નવાઈ નહીં. તેથી સામાન્‍ય સભા રસપ્રદ બની રહેનાર છે. સભામાં કારોબારી ચેરમેન સહિત અને સમિતિ ચેરમેન અને સમિતિની રચના હાથ ધરાશે. ગત સભામાં લેવાયેલ નિર્ણયની બહાલી અને એજન્‍ડા મુજબની કાર્યવાહી તેમજ પ્રમુખ સ્‍થાનેથી જ રજુ થાય તેની કામગીરી સામાન્‍ય સભામાં હાથ ધરાશે.

Related posts

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment