April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

નરોલી સહિત સમગ્ર દાનહને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવા પ્રશાસનને યોગ્‍ય પહેલ કરવા પણ કરેલી અરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાનહ ભાજપના નરોલી મંડળના પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે યોગ્‍ય કાર્યવાહી કરવા અરજ કરી છે. તેમણે પ્રશાસકશ્રીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્‍યારે ખેડૂતોને ખેતી માટે બિયારણ અને ખાતરની જોગવાઈ સમયમર્યાદામાં કરવા તંત્રને નિર્દેશ આપવા માંગ કરી છે.
શ્રી યોગેશસિંહ સોલંકીએ સબમિશન એગ્રીકલ્‍ચર મિકેનિઝમ યોજનાના પ્રસ્‍તાવ ઉપર મહોર મારી પાવર ટ્રેલર, મોટા ટ્રેક્‍ટર, કલ્‍ટીવેટર, રોટરી, નાનાં ટ્રેક્‍ટર વગેરેની સુવિધા ખેડૂતોને સરળતાથી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા પણ માંગણી કરી છે. તેમણેખેડૂતોને આંબા કલમ, નેટ હાઉસ, પોલી હાઉસ વગેરે બનાવવા જરૂરી સહાય ઉપલબ્‍ધ કરાવવા પણ માંગણી કરી છે.
નરોલી મંડળ ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના જણાવ્‍યા પ્રમાણે નરોલી સહિત સમગ્ર દાદરા નગર હવેલીમાં પ્રાકૃત્તિક ખેતી માટે ખુબ સારી તકો છે. પ્રદેશના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવે તો સમગ્ર દાદરા નગર હવેલી પ્રાકૃત્તિક ખેતી તરફ વળી શકે તેવી લાગણી દર્શાવવાની સાથે તેમણે પ્રશાસકશ્રીને સ્‍વયં આ મુદ્દે રસ લેવા આગ્રહભરી વિનંતી પણ કરી છે.

Related posts

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યના દરેક ગરીબ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે અમે જે ઝુંબેશ શરૂ કરી હતી તેના અનુભવો હવે આખા દેશના ગરીબો ઉપયોગ કરી રહ્યા છે

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

Leave a Comment