October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: દમણ પોલીસે ચોરાયેલી બાઈકની સાથે પાંચ બાઈક ચોરોની ધરપકડ કરી આંતરરાજ્‍ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી રાજેશ કુમારની રોયલ એનફિલ્‍ડ 350 મોટર સાયકલ રજીસ્‍ટ્રેશન નં. ડીડી-03-જે-7275 પોતાના ઘરેથી ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવ્‍યા બાદ નાની દમણ પોલીસે ગુના રજી.નં.21/2023 અંતર્ગત નોંધી આઈપીસીની કલમ 379 મુજબ તપાસ શરૂ કરી હતી. જેના અંતર્ગત મળેલા તથ્‍યોના આધારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસને પોતાના બાતમીદાર દ્વારા મળેલી ગુપ્ત સૂચના અને ટેકનિકલ સહાયતાથી દમણ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસે ચોરી કરેલ મોટર સાયકલ નં. ડીડી-03-જે-7275 અને વિવિધ જગ્‍યાએથી ચોરી કરેલી બીજી પાંચ મોટર સાયકલ કબ્‍જામાં લીધી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં (1) દર્શન રહે. ઘેલવાડ ફળિયા, દાભેલ, દમણ, (2) સુજલ રહે. ઘેલવાડ ફળિયા, દાભેલ, દમણ, (3) પ્રતિક રહે. સોમનાથ, દમણ, (4) આલમ રહે. વરકુંડ, દમણઅને (પ) નિરજ રહે. ડિ-માર્ટની સામે દમણનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી ચોરી થયેલી મોટર સાયકલ ઉપરાંત ગાડીઓમાં (1) રોયલ એનફિલ્‍ડ ક્‍લાસીક 350 મોટર સાયકલ રજી. નં. જીજે-1પ-ડીએમ-4500 (2) હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર રજી. નં. આરજે-23-એચએસ-1507, (3) બજાજ પલ્‍સર રજી.નં. એમએચ-04-કેબી-8742, (4) યામાહા ફસીનો રજી. નં. જીજે-1પ-બીજી-9091 અને (પ) હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર રજી. નં. ડીડી-03-બી-6187ને કબ્‍જે લેવામાં આવી છે.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment