August 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી સી. આર.પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજી, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની સુચના અને માર્ગદર્શન મુજબ, આજરોજ વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદમુખર્જીના બલિદાન દિવસ પર એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાષ્‍ટ્રીય એકતા અને અખંડિતાના પર્યાય, મહાન શિક્ષાવિદ પ્રખર રાષ્‍ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં વલસાડ શહેર સંગઠન અને તાલુકા સંગઠન દ્વારા જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલ્‍મ” ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ તબક્કે વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નિખિલભાઈ ચોકસી, વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી અલકાબેન દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહીલભાઈ દેસાઈ, વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

Leave a Comment