September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા ધરમપુર બ્‍લોકના ગામોમાં પાણીના સંરક્ષણ (કેચ ધ રેઇન) તેમજ કોવિડ રસીકરણ માટે જન જાગૃતિ રથ દ્વારા વિરવલ, ખટાણા, મોટી ઢોલડુંગરી, કરંજવેરી, શેરીમાળ, બરૂમાળ, સિદુમ્‍બર, આવધા, હનમતમાળથી લઇને બિલ્‍ધા સુધીનાધરમપુર તાલુકાના 30 થી વધુ ગામોમાં જન જાગૃતિ માટે પ્રચાર કરવામાં આવ્‍યો હતો. જન જાગૃતિ અભિયાન અંતર્ગત વરસાદના પાણીનો બગાડ અટકાવી તેનો વિવિધ માધ્‍યમોથી સંગ્રહ કરવા બાબતે ઉપયોગી જાણકારી આપી હતી. સાથોસાથ જેમનું કોવિડ રસીકરણ બાકી હોય તેમને રસી લેવા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વિવિધ સ્‍થળોએ નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ તરફથી હેન્‍ડ બેગનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નેહરુ યુવા કેન્‍દ્રના સ્‍વયંસેવક વિરલ પટેલ અને યોગેશ કાંહડોળિયાનો સહયોગ મળ્‍યો હતો.

Related posts

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

Leave a Comment