Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના સમાજ કલ્‍યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેલવાસ સ્‍થિત કલા કેન્‍દ્ર ખાતે જિલ્લા સ્‍તરીય ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર તથા સચિવ (મહિલા અને બાળ વિકાસ વિભાગ/ સમાજ કલ્‍યાણ વિભાગ) શ્રીમતી ભાનુ પ્રભા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, આઈએએસ પ્રોબેશનર સુશ્રી હિમાની મીણા ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમારંભમાં પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા, સબ ડિવિઝનલ પોલીસ અધિકારી શ્રી સિધ્‍ધાર્થ જૈન, દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, ઉપસરપંચો તથા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલરો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. દાદરા નગરહવેલીની લગભગ અડધી વસ્‍તી અનુસૂચિત જનજાતિની છે. દાનહના લોકો મહિલાઓને લગતી સરકારી સેવાઓ સમજે અને જરૂર પડયે તે સેવાઓનો લાભ લે તે હેતુથી આ સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વક્‍તા તરીકે મનોચિકિત્‍સક ડો. પર્વતરાજ તાંબડે, સેલવાસ કોર્ટથી એડવોકેટ કુ. ઉર્વશી પરમાર, પોલીસ વિભાગથી પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રીમતી છાયા ટંડેલ અને અમી પોલીમર કંપનીના નિર્દેશક શ્રીમતી જીગીશા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ સમારંભમાં જિલ્લા બાળ વિકાસ અધિકારી શ્રીમતી નમ્રતા પરમાર, હોટેલ મેનેજમેન્‍ટ ઈન્‍સ્‍ટિટયૂટથી આયેશા સિદ્દીકી, જીજ્ઞાસા જન સેવા સંગઠનના પ્રમુખ નિતુ વિશ્વકર્મા, વન સ્‍ટોપ સેન્‍ટરની લાભાર્થી બહેનો, દીકરી જન્‍મોત્‍સવના પ્રચાર માટે બધાઈ કીટની લાભાર્થી બહેનો, આંગણવાડી બહેનો, આશા કાર્યકરો, રેડ ક્રોસ કર્મચારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા બહેનો અને પત્રકાર મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું તુલસીના છોડ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને દિપપ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ વન સ્‍ટોપ સેન્‍ટરના લાભાર્થી બહેનોએ તેમના અનુભવો રજૂ કર્યા હતા.
ત્‍યારબાદ, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ સફળતાપૂર્વકપાપડ-અથાણા/વાસ અને લાકડામાંથી બનાવેલ હસ્‍તકલાની ચીજવસ્‍તુ વેચી સમાજ માટે પ્રેરણાષાોત બનેલ હોય આવી મહિલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. પુત્રી જન્‍મોત્‍સવને પ્રોત્‍સાહન આપવા લાભાર્થી બહેનોને બધાઈ કિટ આપી અભિનંદન કરવામાં આવ્‍યું હતું. સુકન્‍યા સમૃદ્ધિ યોજના હેઠળ કન્‍યાઓ માટે ખોલવામાં આવેલ પોસ્‍ટ ઓફિસ ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વક્‍તા ડો. પર્વતરાજ તાંબડેએ માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને મહિલાઓને લગતી માહિતી, શ્રીમતી છાયા ટંડેલે મહિલાઓ માટે ઉપલબ્‍ધ પોલીસ સેવાઓ વિશે, કુ. ઉર્વશી પરમારે મહિલાઓના કાયદાકીય અધિકારો અને શ્રીમતી જીજ્ઞાસા ગાંધીએ માસિક ધર્મ સ્‍વચ્‍છતા વિશે માહિતી આપી હતી.
અંતમાં, વિભાગ તરફથી કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ સહભાગીઓનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો અને સ્‍વયં સહાયતા સમૂહની મહિલા દ્વારા ઉત્‍પાદિત વસ્‍તુઓની દુકાન આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંકલન અને સંચાલન વન સ્‍ટોપ સેન્‍ટર, દાદરા અને નગર હવેલી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

Leave a Comment