January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના નરોલી ગામનાયુવાને દમણગંગા નદીમા ઝંપલાવી દેતા ચકચાર મચી જવા પામી છે. ફાયર વિભાગની ટીમ યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે રહેતા અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ધર્મિનસિંહ ગંભીરસિંહ સોલંકી (ઉ.વ.42) જે ગંભીર બીમારીથી પીડાતા હતા. જેઓ બપોરે ઘરેથી સલૂનમાં જઈને આવું એમ કહીને એમની કાર નંબર ડીએન-09-જે-0864 લઈને નીકળ્‍યા હતા. એમની પત્‍ની પણ એમની પાછળ આવી હતી. પરંતુ ધર્મિનભાઈ સલૂનમાં જવાને બદલે દમણગંગા નદી કિનારે સ્‍મશાનભૂમિ નજીક જૂના પુલ આગળ આવી નદીમાં ઝંપલાવી દીધું હતું. ધર્મિનભાઈની પત્‍નીએ ગામમાં શોધખોળ કરેલ પણ મળી આવેલ નહિ જેથી એમના સગા-વ્‍હાલા તેમજ મિત્રોને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. અઢી વાગ્‍યાના સુમારે ધર્મિનભાઈની કાર દમણગંગા નદી કિનારે મળી આવી હતી. જેની અંદર એમનો મોબાઈલ ઘડિયાળ સહિતની વસ્‍તુઓ પણ મળી આવી હતી. ત્‍યારબાદ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જિલ્લા પંચાયતના સીઈઓ સહિત અધિકારીઓ પણ સ્‍થળ પર પહોંચ્‍યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા મોડી સાંજ સુધી ધર્મિનભાઈની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી તેઓ મળી આવેલ ન હતા. ધર્મિનભાઈકેન્‍સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જતા આ પગલું ઉઠાવ્‍યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment