(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા વક્તૃત્વ સ્પર્ધામાં ઝળક્યા. વાપીની ફેલોશિપ મિશન સ્કૂલ દ્વારા આંતર શાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની વીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ તત્કાળ રજૂ કરવાના વિષય પર વક્તવ્ય આપી સફળતા હાંસલ કરી હતી. જેમાં ધોરણ એકની વિદ્યાર્થીની તપસ્યા લદુમોર તૃતિય ક્રમે, ધોરણ પાંચની વિદ્યાર્થીની દેવાંજદના ગુપ્તા ચોથા ક્રમે, ધોરણ નવની વિદ્યાર્થીની કૃપા ઠક્કર બીજા ક્રમે અને ધોરણ દસની વિદ્યાર્થીની પૂનમ કારાલે બીજા ક્રમે રહી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને એમની માર્ગદર્શક ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.