February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

જન આંદોલન વડે કુપોષણને નાબુદ કરવા બાળ વિકાસ યોજના અધિકારીએ આહવાન કર્યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 21: વડાપ્રધાનશ્રીનાં સહી પોષણ દેશ રોશન” આહવાનને, ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના કપરાડા ઘટક-૨ દ્વારા કાકડકોપર ગ્રામ પંચાયત ખાતે પાંચમા રાષ્ટ્રીય પોષણ- માહ ૨૦૨૨ ની થીમ મહિલા અને સ્વાસ્થ્ય” અંતર્ગત અતિકુપોષિત/ કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
દાતાશ્રીઓ દ્વારા લાભાર્થી દીઠ ૧ કિ.ગ્રા ચણા, ૧ કિ.ગ્રા મગ, ૧ કિ.ગ્રા સીંગદાણા, ૧ કિ.ગ્રા ગોળ અને ૧ કિ.ગ્રા ખજુરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાઇબ્રન્ટ પ્રોડક્ટના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત શ્રી ડી જે રાણા દ્વારા બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત અને સક્રિય રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી કપરાડા ઘટક-૨ કુ. વિનિતાબેન એ. વળવીએ સમગ્ર પોષણ માહ દ્વારા કુપોષણ માટેના જવાબદાર કારણો સામે જન જાગૃતિ લાવીને લોક સહકારથી જન આંદોલન વડે કુપોષણને નાબુદ કરવા તેમજ મમતા દિવસે અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસ બાદ જરૂર જણાયે ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર (સીએમટીસી)માં રીફર કરવા અંગે માહિતી આપી કુપોષણ દૂર કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો તથા વાલીઓને આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાકડકોપર ગામનાં વાઇબ્રન્ટ પ્રોડક્ટસ, અને વૉલ પ્લાસ્ટ પ્રોડક્ટસ પ્રા.લિ, દાતાઓશ્રી તેમજ ગામનાં સરપંચશ્રી ગણેશભાઇ ગાંવિત ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંભેટી સેજા સુપરવાઇઝર ટિવંકલ વિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. મોટાપોંઢા સેજા સુપરવાઇઝર નીરૂબેન પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમ સુખાલા સેજા સુપરવાઇઝર રિંકલબેન અઢિયોલ, કર્મચારી ગણ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોનાં સહિયારા પ્રયાસથી સંપન્ન થયો હતો.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્‍સવની ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

Leave a Comment