Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

દાતાઓએ દાનની સરવાણી વહેડાવી દંપતિઓને ઉપયોગી વસ્‍તુઓ ભેટ સ્‍વરૂપે આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં પટેલ ફળિયા ખાતે ગુરૂસેવા સત્‍સંગ મંડળ પ્રેરિત પ્રથમ સમૂહ લગ્ન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 30 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્‍યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત નવસારી જિલ્લા યુવા સંગઠનના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલે જણાવ્‍યું કે, સમૂહ લગ્નનુંઆયોજન કરી ગુરૂસેવા સત્‍સંગ મંડળે નવી રાહ ચિંધી છે. મંડળના પ્રમુખ ગમનભાઈ એલ.માહલાએ આ વિસ્‍તારમાં સમાજ સેવા એ જ સાચો ધર્મ પુરવાર કર્યું છે. આજે 30 આદિવાસી યુગલોએ આર્થિક ખર્ચથી બચીને સમૂહલગ્નમાં ભાગ લઈ એક ભગીરથ કાર્ય કર્યુ તે સરાહનીય છે. ગુરૂસેવા સત્‍સંગ મંડળ માંકડબન ટ્રસ્‍ટના આયોજકો ગમનભાઈ એલ માહલા, પ્રમુખ વિનોદભાઈ સી.ગાંવિત, કનુભાઈ જી.કાકડવા, નરસિંહભાઈ બી.ગાંવિત અને નાનુભાઈ પટેલના સમાજ કાર્યને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા. ધરમપુર તાલુકા સગંઠનના મહામંત્રી ધનેશભાઈ ચૌધરીએ કુંકણા બોલીમાં આવા સમૂહ લગ્નો વર્ષો વર્ષ આયોજિત થાય અને વધુમાં વધુ યુગલો ભાગ લે તેવી અપીલ કરી હતી. મુખ્‍ય મહેમાન ડો. વિશાલ પટેલે રોકડા રૂા. 35 હજારનું દાન કર્યું હતું. આ સિવાય પણ અનેક દાતાઓએ રોકડ તેમજ દંપતિઓને રોજ બરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ ચીજ વસ્‍તુઓ ભેટ સ્‍વરૂપે કન્‍યાદાનમાં આપી દાનની સરવાણી વહેડાવી હતી.
આ પ્રસંગે માંકડબનના સરપંચ બયજીબેન સુરેશભાઈ માહલા, માહિતી ખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયાામક નટુભાઈ વી. પટેલ, વાંસદા તાલુકા પંચાયતના બિપીનભાઈ માહલા, રમેશભાઈ વકીલ, જયેશભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગાંધીનગરથી પધારેલા કળષિ વિભાગનાઅધિક્ષક ખરાડી અને ઝાલા, સંતોમાં સર્વ અંબુબાપા- ગણદેવી, કનુબાપા-ડોલવણ, નટુબાપા ગાંગડીયાા- મહુવા, સુરત, ગમનબાપા-માંકડબન અને નટુબાપા-સુરખાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આભારવિધિ માહિતી ખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયામક નટુભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગમનભાઈ માહલા (બાપા) અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

ચીખલી પોલીસે સ્‍થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્‍ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

Leave a Comment