April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

કાચું-જર્જરિત-તૂટી પડે એવું મકાન હતું, રૂા. 1.20 લાખનો લાભ મેળવી બનાવ્‍યું પાકું નવું મકાન

ચોમાસામાં પડતી બધી મુશ્‍કેલીઓ સરકારની યોજનાથી હવે દૂર થઈ : લાભાર્થી વિનોદભાઈ સોલંકી

– સલોની પટેલ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: પોતાનું એક સુંદર ઘર હોય એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, ત્યારે ગુજરાત સરકારની ડૉ.આંબેડકર આવાસ યોજના આ અનુસુચિત જાતિના ગરીબ નાગરિકોનું આ સ્વપ્ન સાકાર કરવા માટે સક્ષમ સાબિત થઈ છે. એનો જીવંતરૂપ દાખલો વલસાડ તાલુકાના ઓવાડા ગામના લાભાર્થી વિનોદભાઈ સોમાભાઈ સોલંકી છે. જેઓ રિક્ષા ચલાવી ખૂબ જ ટૂંકી આવકમાં એમના ચાર લોકોના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પરિવાર અત્યાર સુધી એક કાચા, ખૂબ જ જર્જરિત થઈ ગયેલા અને ચોમાસા દરમિયાન કે ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિમાં આવી ગયેલા મકાનમાં જોખમભરી સ્થિતિમાં રહેતા હતા. ત્યારે ડૉ.આંબેડકર આવાસ યોજના તેમના પરિવાર માટે તારણહાર બની રહી છે. આ યોજના થકી આ પરિવારને નવો આશરો મળ્યો છે.


લાભાર્થી વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલાં બનેલું એમનું કાચું મકાન એક્દમ જર્જરિત બન્યું હતું. છતના પતરાઓ પણ સમય જતાં તૂટી ગયા હતા. ઘરની છતનું ચોમાસા દરમિયાન સામાન્ય સમારકામ કરાવીને કામ ચલાવતા હતાં, પરંતુ સમય જતા ઘરની દીવાલો અને છત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ હતી. એક તરફ ચોમાસા દરમિયાન આખા ઘરમાં પાણી પડતું હતું તો સંપૂર્ણ રીતે જર્જરિત થયેલું ઘર પણ ક્યારે તૂટી જાય એની ખબર ન હતી. ત્યારે ગામના ઉપ-સરપંચ કમલેશભાઈ સોલંકીએ ડૉ.આંબેડકર આવાસ યોજનાની જાણ કરી અને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા જણાવ્યું હતું. તેમજ કમલેશભાઈએ જ સમાજ કલ્યાણની વેબસાઈટ દ્વારા અરજી કરવામાં પણ મદદ કરી હતી. અરજી કરતાં જ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક નરેશભાઈ જોશીએ ઘરે આવી ઘરનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછી અરજી મંજૂર થઈ હતી. અરજી મંજૂર થયાના થોડા સમય બાદથી જ પહેલા હપ્તામાં રૂ.૪૦ હજાર, બીજા હપ્તામાં ૬૦ હજાર અને ત્રીજા હપ્તામાં રૂ.૨૦ હજાર મળી કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય સરકાર તરફથી મળી હતી. આ સહાયમાં પોતે કરેલી થોડી બચત પણ ઉમેરી આજે પાકું મકાન બનાવ્યું છે. સરકારની સહાયથી ચોમાસમાં પડતી બધી મુશ્કેલીઓ અને તકલીફો આજે દૂર થઈ છે જેથી રાજ્ય સરકારનો હું મારા પરિવાર વતી ખૂબ જ આભાર માનું છું.
અનુસુચિત જાતિના નાગરિકો માટે ડૉ.આંબેડકર આવાસ યોજના દરેક ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના સરકારના ધ્યેયમાં મહત્વનો ભાગ ભજવી રહી છે સાથે સાથે ઘર વિહોણા લોકોને માથે છત આપી આશરો પણ બની રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૧.૨૦ લાખની સહાય ત્રણ હપ્તામાં વિભાજિત થઈને મળે છે જેમાં આવશ્યક રકમ ઉમેરી ઘરનું બાંધકામ પુરૂં કરી શકાય છે. લાભ લેવા માટે વ્યક્તિએ ઈ-સમાજકલ્યાન પોર્ટલ ઉપર http;/esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ઉપર અરજી કરવાની રહે છે.
રાજ્ય સરકારની આ યોજના થકી માત્ર ઓવાડા ગામમાં જ છેલ્લા બે વર્ષમાં છ(૬) જેટલા જરૂરિયાત ધરાવતા પરિવારોને પોતાનું પાકું મકાન બનાવવા માટે સહાય મળી છે. જેમાં વિનોદભાઈનો પણ સમાવેશ થાય છે જેમનું પોતાનું મકાન બનીને તૈયાર છે અને તેઓ આજે દરેક જરૂરિયાતમંદ લોકોને આ યોજના થકી સહાય મેળવી કોઈપણ વ્યક્તિ પોતાનું ઘર બનાવી શકે એવી ધગશ પુરી પાડી રહ્યા છે.

Related posts

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment