August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

દાતાઓએ દાનની સરવાણી વહેડાવી દંપતિઓને ઉપયોગી વસ્‍તુઓ ભેટ સ્‍વરૂપે આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં પટેલ ફળિયા ખાતે ગુરૂસેવા સત્‍સંગ મંડળ પ્રેરિત પ્રથમ સમૂહ લગ્ન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 30 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્‍યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત નવસારી જિલ્લા યુવા સંગઠનના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલે જણાવ્‍યું કે, સમૂહ લગ્નનુંઆયોજન કરી ગુરૂસેવા સત્‍સંગ મંડળે નવી રાહ ચિંધી છે. મંડળના પ્રમુખ ગમનભાઈ એલ.માહલાએ આ વિસ્‍તારમાં સમાજ સેવા એ જ સાચો ધર્મ પુરવાર કર્યું છે. આજે 30 આદિવાસી યુગલોએ આર્થિક ખર્ચથી બચીને સમૂહલગ્નમાં ભાગ લઈ એક ભગીરથ કાર્ય કર્યુ તે સરાહનીય છે. ગુરૂસેવા સત્‍સંગ મંડળ માંકડબન ટ્રસ્‍ટના આયોજકો ગમનભાઈ એલ માહલા, પ્રમુખ વિનોદભાઈ સી.ગાંવિત, કનુભાઈ જી.કાકડવા, નરસિંહભાઈ બી.ગાંવિત અને નાનુભાઈ પટેલના સમાજ કાર્યને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા. ધરમપુર તાલુકા સગંઠનના મહામંત્રી ધનેશભાઈ ચૌધરીએ કુંકણા બોલીમાં આવા સમૂહ લગ્નો વર્ષો વર્ષ આયોજિત થાય અને વધુમાં વધુ યુગલો ભાગ લે તેવી અપીલ કરી હતી. મુખ્‍ય મહેમાન ડો. વિશાલ પટેલે રોકડા રૂા. 35 હજારનું દાન કર્યું હતું. આ સિવાય પણ અનેક દાતાઓએ રોકડ તેમજ દંપતિઓને રોજ બરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ ચીજ વસ્‍તુઓ ભેટ સ્‍વરૂપે કન્‍યાદાનમાં આપી દાનની સરવાણી વહેડાવી હતી.
આ પ્રસંગે માંકડબનના સરપંચ બયજીબેન સુરેશભાઈ માહલા, માહિતી ખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયાામક નટુભાઈ વી. પટેલ, વાંસદા તાલુકા પંચાયતના બિપીનભાઈ માહલા, રમેશભાઈ વકીલ, જયેશભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગાંધીનગરથી પધારેલા કળષિ વિભાગનાઅધિક્ષક ખરાડી અને ઝાલા, સંતોમાં સર્વ અંબુબાપા- ગણદેવી, કનુબાપા-ડોલવણ, નટુબાપા ગાંગડીયાા- મહુવા, સુરત, ગમનબાપા-માંકડબન અને નટુબાપા-સુરખાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આભારવિધિ માહિતી ખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયામક નટુભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગમનભાઈ માહલા (બાપા) અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah

વલસાડ-વાંસદા વિસ્‍તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટો

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં એન્‍જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

Leave a Comment