July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો અને એપીએમસીના વેપારીઓને સાવચેતી સામે પગલા લેવા સતર્ક કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી તા.16/03/2023 થી તા.19/03/2023 દરમ્‍યાન વલસાડ જિલ્લામાં આકાશ મહદઅંશે વાદળછાયુ રહેવાની અને હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે, જે પરિસ્‍થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂરી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્‍લાસ્‍ટિક/ તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અનેખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમ્‍યાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયુ છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્‍તારના ખેતીવાડી વિભાગ/કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી/ કળષિ સંશોધન કેન્‍દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્‍ટરના ટોલ ફ્રી નંબર -18001801551નો સંપર્ક સાધવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્‍વૉન્‍ડો ચેમ્‍પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment