April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્‍કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. આજે બુધવારે મળસ્‍કે અમદાવાદથી નિકલી ઔરંગાબાદ જઈ રહેલી કાનગી લક્‍ઝરી બસનું ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જ્‍યારે એકની સ્‍થિતિ ગંભીર હોવાથી સ્‍થળ ઉપર જ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે અમદાવાદથી ગુજરાત ટ્રાવેલ્‍સની લક્‍ઝરી બસ નં.જીજે 1 એફટી 4641 મહારાષ્‍ટ્ર ઔરંગાબાદ 30 જેટલા મુસાફરોને લઈને નિકલી હતી. આજે બુધવારે મળસ્‍કે બસ કપરાડા નાસિક માર્ગ ઉપર પસાર થઈ રહી હતી ત્‍યારેસામેથી પુરઝડપો આવી રહેલ વાહન સાથે અકસ્‍માત ના સર્જાય તેથી ચાલકે બસ સાઈડમાં ઉતારવા જતા અચાનક ટાયર ફાટી જતા બસ પલટી મારી ગઈ હતી તેથી સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં બસમાં મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. સ્‍થાનિકોએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી છ જેટલા ઘાયલ મુસાફરોને કપરાડા સી.એચ.સી. તેમજ સુથારપાડા સી.એચ.સી. ખસેડાયા હતા. અકસ્‍માતમાં વડોદરા વાઘોડીયાના પ્રકાશ લલ્લુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્‍થળે તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. કપરાડા પોલીસે અકસ્‍માત ગુનો દાખલ કરી બસને ક્રેઈન વડે બહાર કાઢી હતી.

Related posts

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

Leave a Comment