January 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણમાં રાષ્‍ટ્રીય રમત દિવસની કરાયેલી ઉજવણી: લગોરી, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ સહિત વિવિધ રમતોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતોના અને રમત વિભાગ, દમણ દ્વારા મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિ એટલે કે રાષ્‍ટ્રીય રમત દિવસ દિવસના ઉપલક્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં યુવા કાર્યક્રમ અને રમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શનમાં અને પર્યટન અને રમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં યુવા બાબતો અને રમત વિભાગ દ્વારા મુખ્‍ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે લગોરી(ઠિકરીદાવ), લીંમુ ચમચી દોડ, કોથળા દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
રાષ્‍ટ્રીય રમત દિવસની ઉજવણી કરવા માટે તા.27 થી 28 ઓગસ્‍ટ, 2022 સુધી વિભાગ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડ ઉપર મેજર ધ્‍યાનચંદ ફૂટબોલ કપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને આજે તા.29મીના ઓગસ્‍ટના રોજ મહાન ભારતીયફૂટબોલ ખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિ એટલે કે રાષ્‍ટ્રીય રમત દિવસના ઉપલક્ષમાં યુવા બાબતો અને રમત વિભાગ, દમણ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો જેવી કે લગોરી(ઠીકરીદાવ), લીંબુ ચમચી દોડ, કોથળા દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ઉદ્‌ઘાટન કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા યુવા કાર્યક્રમ અને રમત વિભાગ-દમણના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવારે જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ રમત અને યુવા કલ્‍યાણ માટે અનેક રમત સ્‍પર્ધાઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. શ્રી અક્ષય કોટલવારે હોકીના મહાન ખેલાડી મેજર ધ્‍યાનચંદના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્‍યું હતું કે, મેજર ધ્‍યાનચંદ એક ભારતીય હોકી ખેલાડી હતા. તેમને હોકીના જાદુગર પણ કહેવામાં આવે છે. તેઓ હોકીમાં સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક છે. તેઓએ 1928, 1932 અને 1936માં ત્રણ ઓલિમ્‍પિક સુવર્ણ પદક જીત્‍યા હતા. ધ્‍યાનચંદ તેમના અસાધારણ ગોલ સ્‍કોરિંગના કારનામા માટે ઓળખાય છે. આ દિવસે દર વર્ષે રમતોમાં ઉત્‍કૃષ્‍ટતા માટે સર્વોચ્‍ચ રમત સમ્‍માન ખેલરત્‍ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્‍કારોની જાહેરાત કરવામાં આવે છે. 1956માં ધ્‍યાનચંદને પદ્મ ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યાહતા.
દુનિયાના સૌથી મહાન હોકી ખેલાડીઓમાંથી એક મેજર ધ્‍યાનચંદે આંતરરાષ્‍ટ્રીય હોકીમાં 400 ગોલ કર્યા હતા. 22 વર્ષની હોકી કારકિર્દીમાં તેએઓ તેમની રમતથી પુરી દુનિયાને અચંબિત કરી હતી. બર્લિન ઓલિમ્‍પિકમાં ધ્‍યાનચંદના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત થઈને હિટલરે તેમને ડિનર માટે આમંત્રિત કર્યા હતા. જર્મન તાનાશાહે તેમને જર્મનીના લશ્‍કરમાં ઊંચા પદની લાલચ આપી અને જર્મની તરફથી હોકી રમવા કહ્યું હતું. પરંતુ ધ્‍યાનચંદે તેને નકારતા હિટલરને નિખાલસતાથી જવાબ આપ્‍યો, ‘હિન્‍દુસ્‍તાન જ મારૂં વતન છે અને હું તેના માટે જ આજીવન હોકી રમતો રહીશ.’
દરેક ખિલાડીએ મેજર ધ્‍યાનચંદના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
દમણમાં યોજાયેલ રમત સ્‍પર્ધામાં લગોરી, લીંબુ ચમચી દોડ, કોથળા દોડનું પરિણામ નીચે મુજબ છે.
(1)લગોરી(ઠીકરીદાવ) – છોકરામાં શ્રીનાથજી સ્‍કૂલ વિજેતા રહી હતી અને ઉપ વિજેતા તરીકે સાર્વજનિક વિદ્યાલય રહી હતી. જ્‍યારે ત્રીજા ક્રમે શ્રી માછી મહાજન ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ આવી હતી.
લગોરી(ઠીકરીદાવ) છોકરીઓમાં કચીગામ સ્‍કૂલ વિજેતા બની હતી. જ્‍યારે ઉપ વિજેતા તરીકે સ્‍વામીનારાયણ સ્‍કૂલ ડાભેલ રહી હતી અને ત્રીજા ક્રમે શ્રી માછી મહાજન ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ આવી હતી.
(2)લીંબુ ચમચી દોડ-છોકરાઓમાં નિરંજન રામકુમાર માધવ,જી.યુ.પી.એસ., કચીગામ વિજેતા બની હતી અને ઉપ વિજેતા અમનકુમાર પાસવાન, જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ તથા ત્રીજા ક્રમે અક્ષય મંડલ ગૌતમ, શ્રી માછી મહાજન ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ આવી હતી.
લીંબુ ચમચી દોડ-છોકરીઓમાં ફરહીન અનિષખાન, જી.યુ.પી.એસ., દેવકા તાઈવાડ વિજેતા અને ઉપ વિજેતા રાસનંદની એન. શાહ, સનરાઈઝ ચેમ્‍પ સ્‍કૂલ રહી હતી. જ્‍યારે ત્રીજા ક્રમે મુસ્‍કાન બી. મંડલ, જી.યુ.પી.એસ, કચીગામ રહી હતી.
(3)કોથળા દોડ- છોકરાઓમાં વિજેતા રોનક મનોજ સિંહ, જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ અને ઉપ વિજેતા જય પાસવાન, જી.યુ.પી.એસ., કચીગામ આવી હતી. તથા ત્રીજા ક્રમે જીનિત જે. ટંડેલ, હોલી ટ્રિનિટી સ્‍કૂલ રહી હતી.
કોથળા દોડ- છોકરીઓમાં કાવ્‍યા વંગી પૂરન, કોસ્‍ટ ગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ વિજેતા જ્‍યારે ઉપ વિજેતા દૃષ્‍ટિ મંગલ હળપતિ, જી.યુ.પી.એસ. કથીરિયા બની હતી અને ત્રીજા ક્રમે શ્રદ્ધા પ્રભાકર સિંશે, જી.યુ.પી.એસ., કચીગામ રહી હતી.
રાષ્‍ટ્રીય રમત દિવસને સફળ બનાવવા માટે યુવા કાર્યક્રમ અને રમત વિભાગ દમણના તાલુકા રમત સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ, વિભાગના કોચ અને વિભિન્ન શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકોએ પોતાનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

Leave a Comment