October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ કડકનાથ મરઘી યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરી જાણેલી વિવિધ સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન માટે અનેક પહેલ કરી રહ્યા છે. જેના સંદર્ભમાં, પંચાયતી રાજ સચિવ, જિલ્લા કલેક્‍ટર, નિવાસી નાયબ કલેક્‍ટર, ખાનવેલ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના અન્‍ય અધિકારીઓ જરૂરિયાતમંદ આદિવાસીઓ સાથે વાર્તાલાપ કરી તેમના આર્થિક સશક્‍તિકરણ માટેની વ્‍યૂહરચના અંગે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.
આજે ખાનવેલ સબ જિલ્લા વિભાગમાં દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને અન્‍ય અધિકારીઓએ આદિવાસી અને નાના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ ઘણી વ્‍યૂહરચનાઓ પર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ખાનવેલ સબ જિલ્લા વિસ્‍તારમાં અમલમાં મુકાયેલી કડકનાથ મરઘી યોજનાના અમલીકરણની સમીક્ષા કરવા માટે કલેક્‍ટર સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ લાભાર્થીઓની મુલાકાત કરી હતી અને તેઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતુંઅને તેમને પડતી મુશ્‍કેલીઓ સાંભળી તેમના ઉકેલની બાહેંધરી આપી હતી.
કડકનાથ મઘરી યોજના ખાનવેલ સબ-ડિવિઝનના આર્થિક રીતે નબળા અને આદિવાસી રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ માટે ક્રાંતિકારી પરિવર્તન સાબિત થવા જઈ રહી છે. આ યોજના દ્વારા આદિવાસી મહિલાઓ સ્‍વ-રોજગાર દ્વારા દર મહિને 6 થી 7 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકશે. કડકનાથ તેના ઉચ્‍ચ પોષણ મૂલ્‍ય માટે જાણીતી છે અને તેના દ્વારા જિલ્લામાં કુપોષણની સમસ્‍યાને ઘટાડવામાં પણ મદદ મળશે.
અધિકારીઓએ ગ્રામજનો સાથે કળષિ પેદાશો માટે બજાર જોડાણને મજબૂત કરવાની વ્‍યૂહરચના અંગે પણ વિસ્‍તૃત ચર્ચા કરી હતી. જિલ્લાના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા નજીકના ભવિષ્‍યમાં આવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવનાર હોવાની પણ માહિતી આપી હતી.

Related posts

દમણમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરી પીધેલી હાલતમાં ઘરે પરત ફરવાની હવે ચિંતા ટળી દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં પીયક્કડો માટે રહેવાની કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે ચીખલીના ઘેકટીમાં કાવેરી નદીને મળતા કોતરમાં છોડાતા પ્રદૂષિત પાણી અંગે જીપીસીબી દ્વારા સેમ્‍પલો લઈ તપાસ હાથ ધરાઈ

vartmanpravah

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

Leave a Comment