February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટની જેમ લોકોની સલામતી માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: બલવાડા સ્‍થિત નેશનલ હાઈવેના ઓવર બ્રિજ પાસે હાઈવે ઓર્થોરિટીની બેદરકારીના પાપે અવાર નવાર અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. ત્‍યારે વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટની જેમ લોકોની સલામતી માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાઈવે ઓર્થોરિટીના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી નજીકના બલવાડામાં ખરેરા નદીના બ્રિજ બાદ વળાંક સાથે ઓવરબ્રિજની શરૂઆત થાય છે. ત્‍યારે વલસાડ-સુરત નેશનલ હાઈવે પર આ બલવાડાના ઓવરબ્રિજની શરૂઆતમાં છેડી ઉપર સૂચના દર્શક બોર્ડ, રેડિયમના પટ્ટા, રીફલેક્‍ટરનો અભાવ અને રાત્રી દરમ્‍યાન લાઈટો પણ બંધ રહેતા ઓવરબ્રિજની પેરાપેટ વાહન ચાલકોને નજરે ન પડતા કે તેનાથી સાવચેત થવાનો સમય પણ ન મળતા અવાર નવાર નાના મોટા અકસ્‍માતો થઈ રહ્યા છે. ત્રણેક દિવસ પૂર્વે પણ એક મોટર સાયકલ ચાલક મોતને ભેટયો હતો. ગતરાત્રી દરમ્‍યાન ટ્રક અને કન્‍ટેનરના ચાલકને પણ આ પેરાપેટનો અંધારામાં ખ્‍યાલ ન આવતા કન્‍ટેનર પેરાપેટ પર ચઢી ગયું હતું. આ સ્‍થળે અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં હાઈવે ઓર્થોરિટીની બેદરકારી જવાબદાર હોવાનું જણાય રહ્યું છે.
હાઈવે તંત્ર એક તરફ વાહન ચાલકો પાસે તગડો ટોલટેક્ષ વસૂલી રહ્યું છે. અને વર્ષ દહાડે કરોડોરૂપિયાની આવક મેળવે છે. પરંતુ વાહન ચાલકોની સલામતી માટે પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી. ચીખલીના બલવાડામાં ઓવરબ્રિજ ઉપરાંત મજીગામ, સમરોલી અને થાલામાં અધૂરા સર્વિસ રોડ જેવી એન્‍ક સમસ્‍યાઓ હાઈવે ઓર્થોરિટીના બેદરકારી ભર્યા કારભારમાં લોકોએ વેઠવાની નોબત આવી છે. વાહન ચાલકોની સલામતીની વ્‍યવસ્‍થા પુરી પાડવામાં હાઈવે ઓર્થોરિટી દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા હાઈવે ઓર્થોરિટીના અધિકારી સામે જે રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તે રીતે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ લોકોની સલામતી માટે આગળ આવી હાઈવે ઓર્થોરિટીના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

Leave a Comment