October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.31: મુખ્‍યમંત્રી તથા મહેસૂલી તપાસણી કમિશનર મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા ગામે ગામ રાત્રી સભા યોજી તેમાં ઉપસ્‍થિત થતા પ્રશ્નોનો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવા જણાવ્‍યું છે. જે અનુસંધાને નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્‍યક્ષતામાં ગણદેવી તાલુકાના એંધલ ગામખાતે રાત્રિ સભા યોજાઈ જેમાં મોટાભાગના પ્રશ્નો સ્‍થળ ઉપર ઉકેલાયા. શિક્ષણ, આરોગ્‍ય પશુ પાલન, વીજપુરવઠો, વગેરે જેવા ગ્રામજનોના ઉપસ્‍થિત થતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી અને તમામ ખાતાના હાજર રહેલા અધિકારીઓ દ્વારા આ સભામાં જ પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
આ રાત્રી સભામાં નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પોતાના ઉદબોધનમાં ગ્રામજનની સુખાકરી માટે દરેક યોજનાએ સંકલનમાં રહી કામગીરી કરવા દરેક વિભાગના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી. આ સાથે શિક્ષણના કે કોઈ પણ અન્‍ય પ્રશ્નોનો ગ્રામજનોની સુખાકારી માટે પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ સાથે પશુ દવાખાના કે પશુ ડોક્‍ટરોને લઈને પણ યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માટે તાકીદ કરાઈ હતી.
આ રાત્રી સભા પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, પ્રાંત અધિકારી ચીખલી શ્રી અમિત ચૌધરી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નવસારી શ્રી એમ.એસ.ગઢવી, સરપંચશ્રી કલાબેન મયંકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment