Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : જળ સંસ્‍થાઓ અંગે જાગૃતિ લાવવા અને નદી, તળાવ, સરોવર વગેરે જળષાોતોના સંરક્ષણને પ્રોત્‍સાહન આપવા તેમજ તેમના મૂલ્‍ય અને મહત્‍વ અંગે લોકોમાં જાગૃતતા વધારવાના હેતુથી દર વર્ષે જળષાોતો માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ મનાવવામાં આવે છે. જેમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ એક એવો દિવસ છે જે એકજૂટતાને સમર્પિત છે.
આજે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ-2023 મનાવવા માટે સંઘપ્રદેશના દાદરા નગર હવેલી જિલ્લાના આપત્તિ પ્રબંધન સેવાના સમન્‍વયમાં સામરવરણી યુવા સંગઠન, સેલવાસ નગરપાલિકા તથા સેલવાસ સ્‍માર્ટસીટી લિમિટેડ દ્વારા ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીકખાડીમાં સાફ-સફાઈનું મોટાપાયે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અભિયાનમાં સ્‍વયંસેવકો દ્વારા નદીકિનારેના વિસ્‍તારની સાફ-સફાઈ હાથ ધરી હતી જેમાં અંદાજીત 6 ટ્રક જેટલો કચરો એકત્રિત કર્યો હતો અને એક સરાહનીય, તમામ માટે અનુકરણીય, સ્‍વચ્‍છતા પ્રત્‍યેનો સંદેશ વહેતો કર્યો હતો. ખાડીમાંથી એકત્રિત કરાયેલો કચરો ડમ્‍પિંગ યાર્ડમાં મોકલી દેવામાં આવ્‍યો હતો.
આ અભિયાન દ્વારા નદી તથા અન્‍ય પાણીનાસ્ત્રોતોમાં ગંદકી નહીં ફેલાઈ તથા તેમના આજુબાજુના કિનારા/વિસ્‍તારને પણ હંમેશા સાફ રાખવા અને નદી-નાળા, તળાવમાં કચરો નહીં ફેંકવાનો બુલંદ સંદેશ વહેતો કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો વળેલો ખુડદોઃ બે યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment