April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર દ્વારા વીજદરમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો

દમણ અને દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલ ટોરેન્‍ટ પાવરનો કેટલો પાવર ઓછો કરાવે તેના ઉપર સામાન્‍ય લોકોની મંડાયેલી મીટ
વીજદરમાં થઈ રહેલા સતત વધારાથી દમણ અને દાનહમાં કાર્યરત ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન (ડીએનએચડીડી પીડીસીએલ)-ટોરેન્‍ટ પાવર દ્વારા યુનિટ દીઠ 10 પૈસાથી લઈ 30 પૈસા સુધીનો ડોમેસ્‍ટિક ગ્રાહકોમાં અને 40 પૈસા નોન ડોમેસ્‍ટિક/કોમર્શિયલ, 20 એચ.પી. સુધીના ઈન્‍ડસ્‍ટ્રીયલ ગ્રાહકોને 35 પૈસા અને ફિક્‍સ ચાર્જમાં રૂા.5 અને 20 એચ.પી. કરતા ઉપરના ઉદ્યોગોમાં યુનિટ દીઠ 35 પૈસા અને ફિક્‍સ ચાર્જમાં રૂા.10નો તોતિંગ વધારો કર્યો છે.
દમણ અને દીવ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બનેલા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ માટે ટોરેન્‍ટ પાવરને ભગાવવાનો પણએક મહત્‍વનો મુદ્દો હતો. જે પૈકી આજે વીજદરમાં કરેલા અસહ્ય વધારાથી આવતા દિવસોમાં ઘરવપરાશ માટે ઉપયોગકર્તા વીજ ગ્રાહકો અને ઉદ્યોગો ઉપર ખુબ મોટું ભારણ આવી પડવાની સંભાવના છે. ટોરેન્‍ટ પાવર દ્વારા કરાયેલા વીજદર વધારાના કારણે હવે દમણ અને દાદરા નગર હવેલીમાંથી ઉદ્યોગો પણ પલાયન થવાની કગાર ઉપર દેખાઈ રહ્યા છે.
દમણ અને દીવના લોકોએ ખુબ જ મોટી આશા સાથે વિજેતા બનાવેલા અપક્ષ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ઉપર લોકો મીટ માંડીને બેઠા છે અને ટોરેન્‍ટ પાવરનો કેટલો પાવર નવનિયુક્‍ત સાંસદ ઓછો કરાવે તેના ઉપર દમણ અને દીવના લોકોની નજર છે.

Related posts

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

Leave a Comment