Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારો અને શહેરની સફાઈનો કોન્‍ટ્રાક્‍ટ લેનારી ભૂતકાળની એજન્‍સી અને વર્તમાન એજન્‍સીમાં પણ કોઈ ભલીવાર નહીં હોવાનો વ્‍યાપક મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : આજે નાની દમણના દુણેઠા ખાતે આવેલ ડમ્‍પિંગ સાઈટના કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં આવવા પામ્‍યું હતું. આગનો વિસ્‍તાર વધતાં તેને કાબુમાં લેવા માટે દમણ ફાયર વિભાગની ટીમ 9 ગાડીઓ સાથે પોતાની કોશિષ કરી રહી છે.કચરાના ઢગલાનો મોટો ડુંગર બનેલ હોવાથી આગ ઘણી ઊંચાઈ ઉપર લાગતાં ફાયર બ્રિગેડ વિભાગના લાશ્‍કરોને પણ આગને કાબુમાં લેવા માટે ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. રાત્રે આ સમાચાર લખવા સુધી આગ ઉપર નિયંત્રણ મેળવી શકાયું નહીં હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર દમણ શહેર અને દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના કચરાને ડમ્‍પ કરવામાં આવે છે. કચરાના નિકાલ માટેનો કોઈ વૈજ્ઞાનિક પ્‍લાન્‍ટ કાર્યરત નહીં હોવાના કારણે કચરાના ઢગલાનો ડુંગર ખડકાઈ ચુક્‍યો છે અને એજન્‍સીના કામકાજમાં પહેલાંથી જ કોઈ ભલીવાર નહીં હોવાની બૂમો પણ ઉઠતી રહી છે. હાલમાં જૂની એજન્‍સીની જગ્‍યાએ નવી એજન્‍સીને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવેલ હોવાની જાણકારી પણ મળી રહી છે.
આજે સવારે 9:00 વાગ્‍યે આગની ખબર મળતાં જ દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા સહિત અન્‍ય અધિકારીઓ ડમ્‍પિંગ સાઈટ ઉપર ધસી ગયા હતા અને જરૂરી નિરીક્ષણ શરૂ કર્યું હતું. આગ લાગવાનું કારણ ડમ્‍પિંગ સાઈટ ઉપર પડેલ કચરામાં મિથેન ગેસ બનવાના કારણે આ ઘટના ઘટી હોવાનું માનવામાં આવે છે. પ્રશાસને આગ લાગવાના કારણોની તપાસના નિર્દેશ પણ આપ્‍યા હોવાની માહિતી જાણવા મળે છે.
સવારથી સાંજના 6:00 વાગ્‍યા સુધી ત્રણ ડઝન કરતા વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો છંટકાવ કરાઈ ચુક્‍યો છે. છતાં પણ આગ સંપૂર્ણ રીતે કાબુમાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.

Related posts

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment