September 2, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

દમણના દાભેલ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે રમાઈ રહેલ દમણ પ્રિમિયર લીગ સિઝન-3એ જગાવેલું આકર્ષણઃ રોમાંચક મુકાબલો નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવાદિન-પ્રતિદિન મહાનુભાવોની રહેતી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણના દાભેલ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે રમાઈ રહેલ દમણ પ્રિમિયર લીગ(ડીપીએલ) સિઝન-3 દિન-પ્રતિદિન રોમાંચક અને આકર્ષણનું કેન્‍દ્ર બની રહી છે. દરરોજ જુદા જુદા અનેક મહાનુભાવો નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે પહોંચી ખેલાડીઓનો ઉત્‍સાહ પણ વધારી રહ્યા છે.
આજે રમાયેલી એક અન્‍ય લીગ મેચમાં ધરમ ઈલેવન અને સોની વાઈન્‍સ વચ્‍ચે મુકાબલો જામ્‍યો હતો. જેમાં ધરમ ઈલેવનના ખેલાડી શ્રી ચેતન હળપતિએ ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી પોતાની ટીમને જીત અપાવી હતી. દમણ પ્રિમિયર લીગ સિઝન-3ની મેનેજમેન્‍ટ ટીમ દ્વારા શ્રી ચેતન હળપતિને મેન ઓફ ધી મેચ તરીકે જાહેર કરાયા હતા.
આ પ્રસંગે ડીપીએલ સિઝન-3ના ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા માટે ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના હસ્‍તે શ્રી ચેતન હળપતિને મેન ઓફ ધી મેચની ટ્રોફી સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીપીએલ સિઝન-3ના આયોજકો તરફથી પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment