July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય

કલાબેન ડેલકરે પેટા ચૂંટણીમાં 51,300 મતોની સરસાઈથી મળેલા વિજય સામે ફરી 57181 મતોની સરસાઈથી વિજય મેળવી સર્જેલો નવો ઇતિહાસ: કોંગ્રેસના ઉમેદવાર અજીતભાઈ માહલાને મળેલા 63,286 મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનો ફરી એકવાર ઐતિહાસિક વિજય થયો છે. શ્રીમતી કલાબેન ડેલકરને કુલ 1,20,467 મતો મળ્‍યા હતા જેની સામે કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલાને 63,286 મતથી સંતોષ માનવો પડયો હતો. જ્‍યારે બહુજન સમાજ પાર્ટીનાઉમેદવાર શ્રી સંદીપ બોરસાને 3,140 મતો, ભારત આદિવાસી પાર્ટી 10,185 મતો અને અપક્ષ ઉમેદવાર શ્રી શૈલેષભાઈ વરઠાને 2,519 મતો મળ્‍યા હતા તેની સામે નોટાના 5,137 મતો પડયા હતા.
અત્રે નોંધનીય છે કે, પેટાચૂંટણીમાં ભવ્‍ય વિજય બાદ લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં પણ ફરી એકવાર શ્રીમતી કલાબેન ડેલકરનો દબદબો યથાવત રહ્યો છે.
મત ગણતરી પૂર્ણ થયા બાદ શ્રીમતી કલાબેન ડેલકર સીધા એમની ઓફિસે પહોંચ્‍યા હતા અને સ્‍વ. મોહનભાઈ ડેલકરના તસવીર ઉપર પુષ્‍પમાળા ચડાવી તેમને યાદ કર્યા હતા.
દાનહ બેઠક ઉપર ભવ્‍ય વિજય પામેલા શ્રીમતી કલાબેન ડેલકરનું પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીની ઉપસ્‍થિતિમાં કાર્યકરો સહિત તમામ પદાધિકારીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું શુભકામના પાઠવવામાંક આવી હતી. શ્રીમતી કલાબેન ડેલકરે તેમને મળેલા ઐતિહાસિક વિજય બદલ પ્રદેશના મતદારોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment