(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : શ્રી માછી મહાજન મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. જેમાં શ્રી માછી મહાજન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી નિરૂબેન તથા સમિતિના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મુખ્ય અતિથિઓમાં શ્રીમતી તરૂણાબેન લાલુભાઈ પટેલ અને શ્રીમતી ગંગાબેન ગોપાળભાઈ ટંડેલનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે માછી સમાજની શિક્ષિકા બહેનોને પ્રમાણપત્રો અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. નિલાબેન અને પ્રિયંકાબેને મહિલા દિવસના ઉપલક્ષમાં પોતાનું વક્તવ્ય આપી મહિલા શક્તિનો જય જયકાર કર્યો હતો.

