October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા વિશ્વ કેન્‍સર દિવસ નિમિત્તે યુવાનોને આરોગ્‍ય અને સ્‍વસ્‍થ જીવનશૈલી અંગે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પરિયારી શાળાના આચાર્ય શ્રી મનિષભાઈ પટેલે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે સારા આરોગ્‍ય માટે માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. કાર્યક્રમમાં આરોગ્‍ય નિષ્‍ણાંત તરીકે ઉપસ્‍થિત રહેલા ડો. સુહાસ સોલંકીએ યુવાનોને કેન્‍સર થવાના સંભવિત કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા.
આ દરમિયાન યોગ પ્રશિક્ષક શ્રી આકાશ ઉદેશી અને અર્જુન ઉદેશી દ્વારા યુવાનોને યોગની તાલીમ પણ આપવામાં આવી હતી. યોગ પ્રશિક્ષક આકાશે સમજાવ્‍યું હતું કે, યોગિક ક્રિયાઓ આપણા શરીર, મન અને પ્રકળતિને એકીકળત કરે છે. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, તોહા, ધ્રુવ અને અવિષેકે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

Leave a Comment