Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ભારત જ્યારે જી 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે સુદ્રઢ પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વિશ્વમાં પીવાલાયક પાણી તેમજ સીધા જ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની સમસ્યા અત્યંત ગંભીરરૂપ ધારણ કરી રહી છે. આ બાબતને ધ્યાને રાખી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા પાણી તેમજ પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત “વોટર કન્ઝર્વેશન, જાગૃતતા, ઇનોવેશન અને ટેકનોલોજી વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું.
એસએસઆઈપી કો-ઓર્ડીનેટર અને વિષય તજજ્ઞ ડો. કે. એલ. મોકરિયાએ પાણી તેમજ અન્ય પર્યાવરણ વિષયક પ્રશ્નો અંગેની, અવેરનેસ અને ઇનોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમના સોલ્યુશનની સમજ પર ભાર મુકયો હતો. સેમિનારમાં વોટર કન્ઝર્વેશન માટે સેન્સર અને સર્કિટ પણ બતાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંત ભાગમાં પુછાયેલા વોટર કન્ઝર્વેશનના પ્રશ્નોને વિદ્યાર્થી દ્વારા સચોટ જવાબ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત બીજા દિવસના કાર્યક્રમમાં ડુંગરીની પૂર્વ વિભાગ સ્ટેશન શાળાના આશરે ૧00 જેટલા બાળકોની સરકારી ઈજનેરી કોલેજ વલસાડ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. તેઓ માટે “બર્ડ ફીડર વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સંસ્થાના ઇનોવેશન સેન્ટર તેમજ તમામ ઈજનેરી વિદ્યાશાખાઓની લેબોરેટરીઝની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમના આયોજનમાં ડો. માલણ, પ્રો. પ્રજાપતિ, ડો. સુદાણી અને પ્રો. મિશાલ, પ્રો. શશી રંગાએ સંસ્થાના આચાર્ય ડો. વિ.એસ.પુરાણીના માર્ગદર્શનમાં કાર્ય કર્યુ હતું. ડુંગરી શાળા તરફથી હેડ દિપ્તીબેન પ્રજાપતિ અને ભારતભાઈ ખાનપરાએ કાર્યકમનું સંચાલન કર્યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ લૉ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયોઃ 75 સ્‍ટુડન્‍ટને મળી એલએલબીની ઉપાધિ

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment